ચીને ૮૦ લાખ ઉઈગુર મુસ્લિમોને ડિટેન્શન કેમ્પમાં રાખ્યાનો દાવો

કેમ્પમાં મુસ્લિમો પર અત્ચાર કરવામાં આવે છે
શિનજિયાંગ પ્રોવિન્સમાં ૫ કેમ્પનો બ્રિટિશ અખબારનો દાવોે
(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડન, તા. ૨૦
ચીને ઉઈગુર વિસ્તારમાં તૈયાર કરેલા ડિટેન્શન કેમ્પમાં ૮૦ લાખ ઉઈગુર મુસ્લિમોને કેદ રાખ્યા છે તેવો દાવો એક ગુપ્તચર દસ્તાવેજમાં થયો છે. આ દસ્તાવેજમાં કહેવાયુ છે કે, ચીનની સરકાર પોતાની શ્રમ અને રોજગાર નીતિ થકી શિનજિયાંગ પ્રાંતના લોકોના જીવનને બહેતર બનાવી રહી છે. લગભગ ૮૦ લાખ મુસ્લિમોને અલગ-અલગ ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવ્યા છે.
એક બ્રિટિશ અખબારના રિપોર્ટ પ્રમાણે ચીન શિનજિયાંગમાં મોટા પાયે ડિટેન્શન સેન્ટરો ચલાવી રહી છે.જેમાં ચીન સામેના રાજકીય અસંતોષને દાબી દેવાનુ કામ થાય છે.આ કેમ્પમાં મુસ્લિમો પર અત્ચાર પણ કરવામાં આવે છે.
શિનજિયાંગમાંથી ભાગેલી એક મહિલા મિહરિલગુલ તુર્સુને અમેરિકાના નેતાઓને કહ્યુ હતુ કે, ૨૦૧૮માં હું આવા જ એક કેમ્પમાંથી ભાગી હતી.આ કેમ્પમાં જે યાતાનાઓ અપાતી હતી તે સહન કરવાની જગ્યાએ મોત મળે તેવી ઈચ્છા થતી હતી .
આ કેમ્પમાંથી બચેલા અન્ય એક વ્યક્તિનુ કહેવુ હતુ કે, કેમ્પમાં અધિકારીઓ મને ૫૦ કિલોનો ધાતુનો સુટ પહેરવા માટે દબાણ કરતા હતા.જે પહેર્યા બાદ મારા હાથ પગ કામ કરવાનુ બંધ કરી દેતા હતા.
જોકે આટલા અત્યાચારો પછી પણ ચીનના નેતાઓ આ પ્રકારના કેમ્પને વ્યવસાયિક પ્રશિક્ષણ આપવાના સેન્ટર ગણાવે છે.જોકે આશ્ચર્યની વાત એ છે કે,. ચીનના આ પ્રકારના અત્યાચાર પછી પણ દુનિયાનો એક પણ મુસ્લિમ દેશ ચીનની ટીકા કરવા માટે તૈયાર નથી.કારણકે આ તમામ દેશો ચીનથી ગભરાય છે.જો દુનિયાના બીજા દેશોમાં મુસ્લિમ પર અત્યાચારના આક્ષેપ થાય તો આ દેશોનુ વલણ પાછુ બદલાઈ જતુ હોય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope