ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૪૨ કેસ : ૧૨નાં મોત થયા

૫,૯૯,૬૩૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાયા
અત્યાર સુધીમાં ૩૩૯૬ લોકોનાં મૃત્યુ થયા,૧૧૦૪૯૦ લોકો ડિસ્ચાર્જ થયા : કુલ ૯૨ લોકો વેન્ટિલેટર ઉપર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૫
રાજ્યમાં ૨૪ કલાકમાં ૬૧૯૧૨ ટેસ્ટ કરવામાં આવતા કોરોના પોઝિટિવના ૧૪૪૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૧૩૦૩૯૧ થયો છે. રાજ્યમાં કોરોનાને લીધે ૧૨ દર્દીના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૩૩૯૬ થયો છે. રાજ્યમાં આજે ૧૨૭૯ દર્દી સાજા થયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જ ૧૧૦૪૯૦ દર્દી થયા છે. આજની સ્થિતિએ રાજ્યમાં ૧૬૫૦૫ કુલ એક્ટિવ કેસ છે. વેન્ટીલેટર પર ૯૨ અને ૧૬૪૧૩ સ્ટેબલ છે. રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધતો જાય છે. સુરતમાં આજે એક દિવસમાં કોરોનાના કેસ ૩૦૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૪.૭૪ ટકા છે. રાજ્યમાં આજની તારીખે ૫૯૯૬૩૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૯૯૨૫૨ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને ૩૮૭ ફેસીલીટી ક્વોરેન્ટાઈન રાજ્યમાં કુલ ૪૧૧૦૧૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે ૧૨ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૩, રાજકોટ શહેરમાં ૨, વડોદરા શહેરમાં ૨ અને જિલ્લામાં ૧ મોત નોંધાયા છે. અમદાવાદ શહેરમાં આજે કોરોના ૧૫૬ અને જિલ્લામાં ૨૭ સાથે ૧૮૩ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૩૫૬૭૨ થયો છે. આજે ૩ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૭૯૫ થયો છે. સુરત શહેરમાં આજે કોરોનાનાં ૧૮૬ અને જિલ્લામાં ૧૧૪ સાથે ૩૦૦ કોરોનાના કેસ નોંધાયા છે. સુરતમાં આજે ૨ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૭૫૩ થયો છે. સુરતમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૭૪૯૨ થયો છે. વડોદરા શહેરમાં ૯૪ અને જિલ્લામાં ૪૦ સાથે ૧૩૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૧૪૦૪ થયો છે. આજે ૩ મોત નોંધાતા કોરોનાને લીધે મૃત્યુઆંક ૧૭૭ થયો છે. રાજકોટ શહેરમાં ૧૧૧ અને જિલ્લામાં ૩૭ સાથે ૧૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે ૨ મોત નોંધાતા મૃત્યુઆંક ૧૩૨ પર પહોંચ્યો છે. જામનગર શહેરમાં ૧૦૨ અને જિલ્લામાં ૧૨ સાથે ૧૧૪ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૫૫૯૯ થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૫
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૪૪૨ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૮૪
અમદાવાદ કોર્પોરેશન ૧૬૦
સુરત ૧૧૬
રાજકોટ કોર્પોરેશન ૧૧૧
જામનગર કોર્પોરેશન ૧૦૨
વડોદરા કોર્પોરેશન ૯૪
મહેસાણા ૪૮
બનાસકાંઠા ૪૧
વડોદરા ૪૦
રાજકોટ ૩૭
અમરેલી ૩૪
પાટણ ૩૪
કચ્છ ૩૦
ભાવનગર કોર્પોરેશન ૨૯
સુરેન્દ્રનગર ૨૮
પંચમહાલ ૨૭
ભરૂચ ૨૬
મોરબી ૨૫
ગાંધીનગર ૨૪
ગાંધીનગર કોર્પોરેશન ૨૪
અમદાવાદ ૨૨
જુનાગઢ ૧૭
ભાવનગર ૧૬
જુનાગઢ કોર્પોરેશન ૧૬
સાબરકાંઠા ૧૪
આણંદ ૧૩
દાહોદ ૧૨
જામનગર ૧૨
મહીસાગર ૧૨
ગીર સોમનાથ ૧૧
અરવલ્લી ૧૦
બોટાદ ૧૦
ખેડા ૧૦
નર્મદા ૧૦
દેવભૂમિ દ્ધારકા ૯
નવસારી ૯
છોટા ઉદેપુર ૭
તાપી ૭
વલસાડ ૭
પોરબંદર ૪
કુલ ૧૪૪૨

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope