ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૨ કેસ : ૧૬નાં મોત થયા

૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મૃત્યુ થયા,૧૦૬૪૧૨ લોકો ડિસ્ચાર્જ થયા : કુલ ૯૨ લોકો વેન્ટીલેટર ઉપર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૨
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૨૦૯૭ના ટેસ્ટ કરવા માં આવતા ૧૪૦૨ કેસ કોરોનાના નોંધાયા હતા. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૨૬૧૬૯ થયો છે. રાજ્યમાં આજે ૧૬ દર્દીના મોત થયા હતા જ્યારે અત્યાર સુધીમાં ૩૩૫૫ કુલ મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ૧૩૨૧ દર્દીઓ સાજા થયા આ સાથે કુલ સાજા થનારા આંકડો ૧૦૬૪૧૨ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૬૪૦૨ એક્ટિવ કેસ છે જેમાં ૯૨ વેન્ટીલેટર પર અને ૧૬૩૧૦ સ્ટેબલ છે.રાજ્યમાં સતત દિવસે કોરોના પોઝિટિવના કેસ ૧૪૦૦ને પાર થતા પાંચમા દિવસે કોરોનાના કેસોની સંખ્યા ૮ હજારને પાર થઇ છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૯ લાખને પાર કુલ ૩૯,૨૪,૪૬૩ ટેસ્ટ કોરોનાના થયા છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૬,૧૮,૪૮૧ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૪.૩૪ ટકા છે. રાજ્યમાં કોવિડ-૧૯ના લીધે ૧૬ લોકોના મોત થયા છે. જેમાં સુરત જિલ્લામાં ૨ અને શહેરમાં ૩, અમદાવાદ શહેરમાં ૨ અને જિલ્લામાં ૧, રાજકોટમાં શહેરમાં ૨, વડોદરા શહેરમાં ૨ અને જિલ્લામાં ૧, અમરેલીમાંં ૧, ગાંધીનગર જિલ્લામાં ૧, સુરેન્દ્રનગરમાં ૧ મોત કોરોનાનાં કારણે થયા છે. અમદાવાદ શહેરમાં ૧૫૯ અને જિલ્લામાં ૨૬ સાથે ૧૮૫ કેસ છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૩૫૩૦૪ થયો છે. આજે ૩ના મોત થથા ૧૭૮૯ મોત કુલ થયા છે. સુરત શહેરમાં ૧૭૯ અને જિલ્લામાં ૧૧૯ સાથે કુલ ૧૯૮ કેસ કોરોનાના સાથે કુલ સંક્રમિતોનો આંકડો ૨૬૬૨૦ થયો છે. આજે ૫ના મોત સાથે કુલ કુલ મૃત્યુઆંક ૭૪૨ થયો છે. વડોદરા શહેરમાં ૯૬ અને જિલ્લામાં ૪૦સાથે કુલ ૧૩૬ કેસ કોરોનાના નોંધાતા કુલ સંક્રમિતોનો આંકડો ૧૧ હજારને પાર થઇ ૧૧૦૩૩ થયો છે. વડોદરામાં ૩ મોત સાથે ૧૬૯ લોકોના અત્યાર સુધી માં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૨
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૪૦૨ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૯
અમદાવાદ કોર્પોરેશન ૧૫૯
સુરત ૧૧૯
રાજકોટ કોર્પોરેશન ૧૦૫
જામનગર કોર્પોરેશન ૧૦૧
વડોદરા કોર્પોરેશન ૯૬
બનાસકાંઠા ૪૬
રાજકોટ ૪૫
વડોદરા ૪૦
ભાવનગર કોર્પોરેશન ૩૪
કચ્છ ૩૩
મહેસાણા ૩૨
અમરેલી ૨૯
પંચમહાલ ૨૮
અમદાવાદ ૨૬
ગાંધીનગર ૨૬
ગાંધીનગર કોર્પોરેશન ૨૬
મોરબી ૨૩
ભરૂચ ૨૨
જામનગર ૨૨
પાટણ ૧૯
જુનાગઢ કોર્પોરેશન ૧૮
જુનાગઢ ૧૭
મહીસાગર ૧૭
ગીર સોમનાથ ૧૪
ભાવનગર ૧૩
દાહોદ ૧૨
સાબરકાંઠા ૧૨
સુરેન્દ્રનગર ૧૨
બોટાદ ૧૦
તાપી ૧૦
દેવભૂમિ દ્ધારકા ૯
અરવલ્લી ૮
ખેડા ૮
નવસારી ૮
નર્મદા ૬
આણંદ ૫
છોટા ઉદેપુર ૫
પોરબંદર ૫
વલસાડ ૩
ડાંગ ૨
કુલ ૧૪૦૨
———————–

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope