કોરોનાનો ખોફ થમ્યો નથી ત્યાં ચીનમાં નવી બિમારી

બ્રુસેલોસિસ નામના રોગથી ૩૦૦૦ લોકો ચેપગ્રસ્ત
વાયવ્ય ચીનના ગંસુ ક્ષેત્રમાં લાંઝૌ વિસ્તારમાં ત્રણ હજારથી વધારે સ્થાનિકોનો બ્રુસેલોસિસ ટેસ્ટ પોઝિટિવ આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઈજિંગ, તા. ૨૧
કોરોના વાયરસની બીમારીનો હાઉ હજુ થયો નથી ત્યાં ચીનમાં વધુ એક નવી બીમારીએ માથું ઉંચકવા માંડ્યું છે. બ્રુસેલોસિસ નામની આ બીમારીનો ચેપ ત્રણ હજાર લોકોને લાગ્યો હોવાનું ચીનનાં સ્થાનિક અખબારોમાં લખાયું છે. વાયવ્ય ચીનના ગંસુ ક્ષેત્રમાં લાંઝૌ વિસ્તારમાં ત્રણ હજારથી વધુ લોકોનો બ્રુસેલોસિસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં ૨૧,૮૪૭ લોકોનો ટેસ્ટ કરાયો હતો. શરૂઆતમાં ૪૬૪૬ લોકો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પછી ૩,૨૪૫ લોકોને પોઝિટિવ કન્ફર્મ થયું હતું.
ગંસુ પ્રોવિન્શ્યલ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેનન્શનના એક રિપોર્ટને ટાંકીને ગ્લોબલ ટાઇમ્સે આ સમાચાર પ્રગટ કર્યા હતા. જો કે હજુ સુધી આ બીમારીથી કોઇ મરણ થયું નથી. આ બીમારી અંગે એવો દાવો કરાયો હતો કે ગયા નવેંબરમાં એક બાયોલોજિકલ ફાર્મા ફેક્ટરીએ જાનવરો પર અજમાવવા માટે બ્રુસેલા વેક્સિન બનાવવા માટે એક્સપાયરી ડેટ આવી ચૂકેલા જંતુનાશકો અને સેનીટાઇઝર્સનો ઉપયોગ કર્યો હતો. ગયા વર્ષના જુલાઇ ઑગષ્ટમાં આ ફેક્ટરી વેસ્ટ ગેસ દ્વારા બેક્ટિરિયાનો નાશ કરવામાં સફળ થઇ નહોતી. પરિણામે બ્રુસેલોસિસ બીમારીનો ચેપ પ્રસર્યો હતો.
ચીનના લાંઝૌ શહેરની તમામ હૉસ્પિટલોને નવી મહામારી માટે જરૂર પડ્યે તૈયાર રહેવાની તાકીદ કરી દેવામાં આવી હતી. હૉસ્પિટલોને એવી તાકીદ પણ કરાઇ હતી કે લોકોનો આ બીમારીનો ટેસ્ટ ફ્રી કરવાનો છે. આ બીમારીમાં વ્યક્તિને તાવ આવે છે, સાંધા જકડાઇ જાય છે, બેચેની અને અસ્વસ્થતા અનુભવાય છે અને સતત પસીનો થાય છે. જો કે અત્યારે એવો દાવો કરાયો હતો કે આ બીમારી સૂવર, કૂતરા અને ઘેટાં-બકરાંને વધુ થાય છે. દૂધાળા જાનવરોને થાય અને એનું દૂધ જે લોકો વાપરે એને આ ચેપ જલદી લાગી રહ્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope