સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે

તળેટીથી મંદિર સુધી માત્ર ૭ મિનિટમાં પહોંચાશે
મોદી અને સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ, રાજ્ય અને કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં સમગ્ર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ, તા.૨૦
એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. ઓસ્ટ્રીયાથી ચાર નિષ્ણાંતો હાલ જૂનાગઢ આવ્યા છે રોપવે સાઈટ પર અંતિમ તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ટાવર પર દોરડા લગાવીને તેના પર ટ્રોલી લગાવીને તેની ટ્રાયલ લેવાઈ રહી છે. સૌ પ્રથમ ખાલી ટ્રોલી ટ્રાયલ બાદમાં તેમાં વજન ભરીને ક્રમશઃ અલગ અલગ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ તમામ કામગીરી ઓસ્ટ્રીયાથી આવેલા નિષ્ણાંતોની દેખરેખમાં થઈ રહી છે. નોંધનીય છે કે, કોરોનાની પરિસ્થિતિમાં લોકડાઉન દરમિયાન કામગીરી બંધ હતી અને ભારતમાં સંક્રમણને જોતાં ચારેય નિષ્ણાંતો સંપૂર્ણ આઈસોલેશન વિસ્તારમાં કામ કરી રહ્યા છે. ઓક્ટોબર સુધી ગિરનાર રોપવે પ્રોજેક્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં સમગ્ર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
ગિરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ ૯ ટાવર ઉભા કરાયા છે. તેમાં ૬ નંબરનો ટાવર કે જે ગિરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે તે ટાવર આ યોજનાનો સૌથી ઉંચો ટાવર છે. જેની ઉંચાઈ ૬૭ મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર ૨.૩ કી.મી.નું છે જે રોપવેથી પ્રવાસીઓ ૭ મીનીટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. શરૂઆતના તબક્કામાં ૨૪ ટ્રોલી લગાવાશે. એક ટ્રોલીમાં ૮ લોકો બેસી શકે તેવી ક્ષમતા છે એટલે કે એક ફેરામાં ૧૯૨ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. આ ગિરનાર રોપવે પ્રોજેક્ટથી યાત્રિકોના સમય અને ઉર્જામાં બચત થશે. ટૂંકમાં વિશ્વના પ્રવાસન નકશામાં જૂનાગઢ ગિરનાર રોપ -વે આકર્ષણનું કેન્દ્ર બનશે. કોરોનાના લૉકડાઉન પહેલા મેં માસના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. ત્યારે તો ચર્ચા પણ હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે આરોપીની પહેલી ટ્રીપમાં ગિરનાર પરના અંબાજી માતાના મંદિરે શીશ નમાવશે કેવી અટકળો હાલ ચાલી રહી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope