સુશાંત કેસમાં છઠ્ઠી ઓક્ટોબર સુધી રિયાને જેલમાં રહેવું પડશે

ડ્રગ્સ કેસમાં જાણીતી એક્ટ્રેસ દિયા મિર્ઝાનું નામ ખુલ્યું
વિશેષ કોર્ટ કસ્ટડી વધારવા હુકમ, રિયા અને તેના ભાઈની મુંબઈ હાઈકોર્ટમાં જામીન અરજી, બુધવારે સુનાવણી થશે(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૨૨
બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ્સના મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી ૬ઠ્ઠી ઓક્ટોબર સુધી લંબાવાઈ છે. નાર્કોટિક્સના ગુના માટેની વિશેષ કોર્ટે આ કસ્ટડી વધારવાનો મંગળવારે આદેશ કર્યો હતો. રિયા અને તેના ભાઈએ મુંબઈ હાઈકોર્ટમાં પણ જામીન અરજી મુકી છે. જેના પર બુધવારે સુનાવણી થશે. આ પહેલાં ૧૧મી સપ્ટેમ્બરે તેમની જામીન અરજી ફગાવી દેવાઈ હતી.
ડ્રગ્સના મામલાની તપાસ કરી રહેલી એનસીબીની એક ટીમે રિયાની ૮મી સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી.એ પહેલા તેની પૂછપરછ કરવામાં આવી હતી.આ મામલામાં જો તે દોષી પુરવાર થશે તો તેને ૧૦ વર્ષની જેલ થઈ શકે છે.
બીજી તરફ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર અને દીપિકા પાદુકોણ પછી બોલિવૂડની વધુ એક એક્ટ્રેસ દિયા મિર્ઝા એનસીબીના રડાર પર આવી છે. લગભગ ૪૦ વર્ષની વય ધરાવતી આ એક્ટ્રેસ એક પછી એક હિટ ફિલ્મો આપી ચૂકી છે. આ એક્ટ્રેસ ૨૦૦૫, ૨૦૦૬ના દાયકાની છે. એનસીબીના સૂત્રોના કહેવા પ્રમાણે ડ્રગ્સ પહોંચાડનારા પેડલર અનુજ કેસવાની અને અંકુશની પૂછપરછ બાદ અભિનેત્રીના નામનો ખુલાસો થયો છે. ફિલ્મ એક્ટ્રેસ મેનેજર જોક્સને આ એડ્રેસ સુધી સપ્લાય કરતી હતી. આ મેનેજર ડ્રગ્સ વેચનાર અનુજની ગર્લફ્રેન્ડ પણ હોવાનું મનાય છે. ૨૦૧૯માં આ એક્ટ્રેસ માટે ખરીદવામાં આવેલા ડ્રગ્સની જાણકારી અને પુરાવા એનસીપીના હાથ પર લાગ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે ડ્રગ્સ વેચનારા સાથે મેનેજર એક કે બે વખત મીટીંગ પણ કરી હતી. આવનારા દિવસોમાં આ એક્ટ્રેસ મેનેજરને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope