ભારત-ચીન વિવાદ : મધ્યસ્થી થવાની ફરી વાર ટ્રમ્પની ઓફર

બંને દેશો વિવાદ ઉકેલી નાંખશે તેવી ટ્રમ્પને આશા
ચીન સાથેના વિવાદમાં અત્યાર સુધીમાં ટ્રમ્પ અને તેમની સરકારે ભારતનું દરેક મંચ ઉપર ખુલીને સમર્થન કર્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા. ૨૫
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઝઁપલાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારત અને ચીન હાલમાં ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ લાવવામાં સફળ થશે. આ સાથે ટ્રમ્પ બંને દેશો વચ્ચે મધ્યસ્થી બનવાની ઓફર આપવાનું ચુક્યા નહોતા. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, મને ખબર છે કે ચીન અને ભારત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.પણ મને આશા છે કે, બંને દેશો તેનો ઉકેલ લાવશે.જો અમે મદદ કરી શકીએ તેવુ હોય તો ચોક્કસ મદદ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પનુ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદનો ઉકેલ લાવવા માટે વાટાઘાટો યોજાઈ રહી છે.દરમિયાન અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનુ કહેવુ છે કે, ભારત નવા જહાજોના નિર્માણ અને ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવી રહ્યુ છે.પોતાના સહયોગી દેશો સાથે યુધ્ધાભ્યાસ વધારી રહ્યુ છે.જેનાથી હિન્દ મહાસાગરમાં ભારતને જહાજોની અવર જવર પર નજર રાખવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, ચીન સાથેના વિવાદમાં અત્યાર સુધીમાં ટ્રમ્પ અને તેમની સરકારે ભારતનુ ખુલીને સમર્થન કર્યુ છે.ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને તનાવ માટે જવાબદાર ઠેરવીને અમેરિકાના વિદેશ મંત્રી એકથી વધારે વખત નિવેદન પણ આપી ચુક્યા છે.

 
latest news
પાક. સેના-આઈએસઆઈ સામે સિંધ પોલીસનો બળવો

પાકિસ્તાનમાં ફરી એક વખત અરાજકતા

ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના જમા...

કરાંચીમાં બ્લાસ્ટમાં ત્રણનાં મોત, ૧૫થી વધુને ઈજા થઈ

પ્રચંડ વિસ્ફોટમાં આસપાસના મકાનોને પણ નુકશાન

બે માળના બિલ્ડિંગમાં થ...

કેન્દ્રના ૩૦ લાખથી વધુ કર્મીઓનેે દશેરાએ દિવાળી, બોનસ અપાશે

કેન્દ્ર સરકારની દિવાળી પહેલાં કર્મચારીઓને ભેટ

સરકારી ખજાના પર ૩૭૩૭...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope