કોરોનાની સારવાર લઈ રહેલ ૪ માંથી ૧ દર્દી રાજસ્થાનનો

અમપાના અધિકારીનો દાવો
અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલોમાં શહેરની બહારના ૪૪૩ કોવિડ દર્દીઓમાંથી ૧૨૧ રાજસ્થાનના છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૩
શહેરના ડોક્ટર્સ માત્ર અમદાવાદના હોય તેવા જ કોરોના દર્દીઓની સારવાર નથી કરી રહ્યા. રાજ્ય અને દેશના જુદા જુદા ભાગોમાંથી ૪૪૩ કોરોના દર્દીઓની શહેરની કોવિડ હોસ્પિટલોમાં પ્રાઈવેટ ક્વોટામાં સારવાર કરવામાં આવી રહી છે. રાજ્ય બહારના દર ચાર દર્દીઓમાંથી એક દર્દી રાજસ્થાનનો છે. એએમસીના અધિકારી મુજબ, અમદાવાદ શહેર બહારના ૪૪૩ દર્દીઓની શહેરમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી ૧૪૫ દર્દીઓ દેશના અન્ય રાજ્યોમાંથી છે. તેમાં રાજસ્થાનના ૧૨૧ દર્દીઓ, મધ્ય પ્રદેશના ૧૧ , મહારાષ્ટ્રના ૬, પંજાબના ૩, હરિયાણાના બે અને ઓડિશા તથા તમિલનાડુના એક-એક દર્દીઓ છે. અધિકારીએ જણાવ્યું કે, ૨૯૮ દર્દીઓ રાજ્યના જુદા જુદા શહેરોમાંથી છે. તેમાં રાજકોટના ૩૩, ગાંધીનગર શહેરના ૩૨, સાબરકાંઠાના ૨૮, સુરેન્દ્રનગરના ૨૬ અને મહેસાણાના ૨૪ દર્દીઓ છે. અધિકારી વધુમાં જણાવે છે, આ ૪૪૩ દર્દીઓઓને કોવિડ હોસ્પિટલમાં ૫૦ ટકા પ્રાઈવેટ ક્વોટામાં સારવાર અપાઈ રહી છે. અધિકારીએ જણાવ્યું કે, છઝ્રજી અને અમદાવાદમાં કોવિડ કન્ટ્રોલનો ચાર્જ સંભાળી રહેલા અધિકારીના આવ્યા બાદ એએમસીએ ઁઁઁ મોડલ એડોપ્ટ કર્યું હતું જેની પ્રશંસા ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને નીતિ આયોગે પણ કરી હતી. અધિકારીએ કહ્યું, ઓગસ્ટમાં એએમસીએ અન્ય રાજ્ય તથા જિલ્લાના દર્દીઓને શહેરમાં એડમિટ થઈને સારવાર લેવાની મંજૂરી આપી હતી. ૩૫૦ એવા દર્દીઓ હતા જેમાંથી ૯૫ ટકા શહેરના અન્ય જિલ્લાઓમાંથી હતા. આ દર્દીઓમાં મોટાભાગના સુરત, કચ્છ, ભાવનગર અને અમરેલી જિલ્લાના હતા. સપ્ટેમ્બરમાં સ્થિતિ એવી બની કે ત્રીજા ભાગના દર્દીઓ રાજ્ય બહારના થયા તેમાં પંજાબ અને ઓડિશા જેવા રાજ્યો પણ સામેલ છે. અધિકારીએ કહ્યું કે ઓગસ્ટમાં એએમસીએ કોવિડની ટ્રિટમેન્ટ માટે ૧૫ વધારાની પ્રાઈવેટ હોસ્પિટલો હસ્તગત કરી હતી. જેમાં પ્રાઈવેટ દર્દીઓ સહિત તમામ દર્દીઓના એડમિશનની પરમીશન હતી. અધિકારીએ કહ્યું, આ દર્દીઓમાં કેટલાક એવા છે જેઓ ટ્રેનથી શહેરમાં આવ્યા હતા અને ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા. આવા દર્દીઓ સરકારી ક્વોરન્ટાઈન ફેસેલિટીમાં રહેવાની જગ્યાએ પ્રાઈવેટ હોસ્પિટલોમાં એડમિટ થવાનું પસંદ કર્યું. અધિકારીએ કહ્યું કે વધારેથી વધારે દર્દીઓ સારવાર માટે રાજસ્થાનથી અમદાવાદ આવી રહ્યા છે.

 
latest news
પાક. સેના-આઈએસઆઈ સામે સિંધ પોલીસનો બળવો

પાકિસ્તાનમાં ફરી એક વખત અરાજકતા

ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના જમા...

કરાંચીમાં બ્લાસ્ટમાં ત્રણનાં મોત, ૧૫થી વધુને ઈજા થઈ

પ્રચંડ વિસ્ફોટમાં આસપાસના મકાનોને પણ નુકશાન

બે માળના બિલ્ડિંગમાં થ...

કેન્દ્રના ૩૦ લાખથી વધુ કર્મીઓનેે દશેરાએ દિવાળી, બોનસ અપાશે

કેન્દ્ર સરકારની દિવાળી પહેલાં કર્મચારીઓને ભેટ

સરકારી ખજાના પર ૩૭૩૭...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope