શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોની ભીડ

ભક્તોએ પૂજા કરીને ધન્યતા અનુભવી
શ્રાવણ સોમવારની પૂર્વ સંધ્યાએ સોમનાથ ટ્રસ્ટે ઐશ્વર્યા મજમુદારનો શિવ વંદના કાર્યક્રમ ઓનલાઈન રજુ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૭
વિશ્વ પ્રસિદ્ધ ભારતના બાર જ્યોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન સોમનાથ મહાદેવ દર્શન પૂજન શિવ ભક્તોનો પ્રવાહ ઉમટ્યો હતો. પ્રથમ શ્રાવણ સોમવારની પૂર્વ સંધ્યાએ ભારતના સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદારનો શિવ વંદનાનો સુરીલો કાર્યક્રમ ડિઝિટિલ ઓનલાઈન સીસ્ટમથી રજુ કર્યો હતો. જેને ઈસ્સ્ટ્રાગામ, ટ્વીટર, યુ-ટ્યૂબ, ફેઈસ બુક માધ્યમથી એટ એ સમય ૨૦,૦૦૦થી વધુ લોકોએ માણ્યો અને વિશ્વભરના ભાવિકો શિવમય બન્યા. સોમનાથ ટ્રસ્ટે સુચારૂરૂપે અને કોવિડ ગાઈડ લાઈન તથા સોશિયલ ડિસ્ટંશનની જોગવાઈ સાથેની પાસ પ્રથાનો ભાવિકોમાં સારો પ્રતિસાદ-પ્રશંસા પામ્યો છે. શ્રાવણના પ્રતિ શનિ-રવિ-સોમ સોમનાથ મહાદેવ મંદિર વહેલી સવારે ૫.૩૦ વાગ્યે ખુલતાં જ દર્શન ઈચ્છુક ભાવિકો કતારબંધ શિસ્તમય મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે અનેક ભક્તોએ દર્શન કર્યા હતા. દેશ-વિશ્વ કોરોના મહામારી કારણે સોમનાથ મહાદેવ મંદિરે છેલ્લા ૨૦ વરસથી યોજાતી ભગવાન પાલખી યાત્રા આ વરસ પુરતી રદ્દ કરાઈ હોવાને કારણે સોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત જ શિવ પાલખી યાત્રા ન યોજાઈ.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope