જે દિવસે રામ મંદિરનું નિર્માણ શરુ થશે હું પાછો આવીશ : મોદી

નરેન્દ્ર મોદી ૨૯ વર્ષ પહેલાંનું વચન પુરું કરશે
૨૯ વર્ષ પહેલાની પ્રધાનમંત્રી મોદીની તસ્વીર વાયરલ થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટણા, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરવાના છે. જોકે, તેઓ જાણે-અજાણે તેમણે આપેલું એક વચન પૂરું કરી રહ્યા છે. આજથી ૨૯ વર્ષ પહેલા તેમણે રામ મંદિર આંદોલન દરમિયાન ૧૯૯૧માં એક ફોટોગ્રાફર સાથે વાત કરીને કહ્યું હતું કે જે દિવસે રામ મંદિરનું નિર્માણ શરુ થશે, તેઓ પાછા આવશે. સોશિયલ મીડિયા પર ૧૯૯૧ની વડાપ્રધાન મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની વાયરલ થઈ રહેલી તસવીરને પોતાના કેમેરામાં કેદ કરનારા ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીએ આ ખુલાસો કર્યો છે. રામ જન્મભૂમિ પાસે ફોટો સ્ટૂડિયો ચલાવતા મહેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું હતું કે, ૧૯૯૧માં વડાપ્રધાન મોદીની દુર્લભ તસવીર તેમણે લીધી હતી. ત્રિપાઠી એ દિવસને યાદ કરીને કહે છે, “મોદી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે એપ્રિલ ૧૯૯૧માં અયોધ્યા આવ્યા હતા અને તેમણે વિવાદિત વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્રિપાઠી આગળ જણાવે છે કે અયોધ્યામાં એકમાત્ર ફોટોગ્રાફર હતા તેઓ અને વીએચપી સાથે જોડાયેલા હતા. આ દરમિયાન તેમણે આ તસવીર લીધી હતી. ત્રિપાઠી જણાવે છે કે જોશીએ પત્રકારો સાથે મોદીનો પરિચય ગુજરાતના ભાજપના નેતા તરીકે કરાવ્યો હતો. ત્રિપાઠી કહે છે કે, “જ્યારે મેં અને સ્થાનિક પત્રકારોએ મોદીજીને પૂછ્યું કે ફરી ક્યારે આવશો તો તેમણે જવાબ આપ્યો હતો કે જે દિવસે રામ મંદિરનું નિર્માણ શરુ થશે, તેઓ પાછા આવશે.” આ સંયોગ જ છે કે સુપ્રિમ કોર્ટે રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ કરી દીધા બાદ મોદી ૫ ઓગસ્ટે ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્રિપાઠીની તસવીર વાયરલ થઈ રહી છે અને એ જૂના દિવસોની યાદ અપાવી રહી છે પરંતુ તેમને ૫મી થનારા ભૂમિ પૂજનના કાર્યક્રમમાં આમંત્રિત નથી કરાયા જેના કારણે તેઓ નારાજ છે. ત્રિપાઠી કહે છે, ૧૯૮૯થી તેઓ વિશ્વ હિન્દુ પરિષદ માટે ફોટોગ્રાફી કરી રહ્યા છે. તેમની તસવીરોએ અયોધ્યાના ચૂકાદામાં મહત્વની ભૂમિકા ભજવી છે, આમ છતાં તેમને ભૂમિ પૂજન કાર્યક્રમમાં આમંત્રણ નથી મળ્યું. ૫ ઓગસ્ટે ભૂમિ પૂજન બાદ પીએમ મોદી ચાંદીની ઈંટથી મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ ચાંદીની ઈંટ અયોધ્યા પહોંચી ગઈ છે. આ શુદ્ધ ચાંદીની ૨૨.૬ કિલોગ્રામ વજનની ઈંટ છે. ચાંદીના આજના ભાવના હિસાબથી જોઈએ તો આ ઈંટની કિંમત લગભગ ૧૫ લાખ ૫૯ હજાર રૂપિયા જેટલી થાય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope