છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૦૮ કેસ : ૨૪ લોકોનાં મોત

રાજ્યમાં કુલ ૨૨૨૪૮ ટેસ્ટ કરવામાં આવ્યા
કુલ મૃત્યુઆંક ૨૩૭૨ પહોંચ્યો : એક્ટીવ કેસ ૧૩૧૯૮ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૫૬, સુરતમાં ૨૯૩ કેસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૮
રાજ્યમાં સતત બીજીવાર કોરોના પોઝિટિવનો આંકડો ૧૧૦૦ને પાર.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૨૨૨૪૮ ટેસ્ટ કરવામાં આવતા ૧૧૦૮ પોઝિટિવ દર્દી નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડોર્ ૫૭ હજારને વટાવી ૫૭૯૮૨ થયો છે. રાજ્યમાં આજે ૨૪ દર્દીના મોત નોંધાતા કુલ મૃત્યુઆંક કોરોનાને લીધે ૨૩૭૨ થયો છે. રાજ્યમાં આજે ૧૦૩૨ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૪૨ હજારને વટાવી ૪૨૪૧૨ થયો છે. રાજ્યમાં આજની તારીખે ૧૩૧૯૮એક્ટિવ કેસ છે. જેમાં ૮૭ વેન્ટીલેટર પર અને ૧૩૧૧૧ સ્ટેબલ છે.૧લી ઓગસ્ટથી અનલોક-૩ અમલમાં આવી રહ્યું છે અને નાગરિકોને વધુ છુટછાટ મળશે. પરંતુ કોરોનાના કેસ પણ રોજ હજારો આંકડા વટાવે છે. સુરત બાદ રાજકોટમાં કેસ સતત વધી રહ્યાં છે.આથી બુધવારે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની મુલાકાત લેવાના છે અને સમીક્ષા કરવાના છે.આરોગ્ય વિભાગે આપેલ યાદી મુજબ આજે કોવિડ-૧૯ ના લીધે થયેલ ૨૪ મોતમાં સુરત કોર્પોરેશનમાં ૭ અને જીલ્લાંમાં ૫, અમદાવાદ કોર્પોરેશનમાં ૪, ભાવનગર કોર્પોરેશન અને રાજકોટમાં ૨-૨, ગાંધીનગર જામનગર શહેર અને ગ્રામ્ય તેમજ વડોદરા શહેરમાં ૧-૧ મોત નોંધાયા છે.અમદાવાદ કોર્પોરેશન અને ગ્રામ્યમાં કુલ ૧૫૬ કેસ નોંધાયા છે.શહેરમાં સંક્રમિતોનો આંકડો ૨૬૦૩૨ થયો છે.આ સાથે ૪ લોકોના મૃત્યુ થવા થી મૃત્યુ આંક ૧૫૭૯ થયો છે.સુરત કોર્પોરેશન અને ગ્રામ્યમાં કુલ ૨૯૩ કેસ નોંધાયા છે.શહેરમાં સંક્રમિતોનો આંકડો ૧૨૨૨૩ થયો છે.આ સાથે ૧૨ લોકોના મૃત્યુ થવા થી મૃત્યુ આંક ૯૬ થયો છે.ગાંધીનગર માં કુલ ૪૪ કેસો નોંધાતા કુલ આંકડો ૧૩૫૬ થયો છે.રાજ્યમાં કુલ ટેસ્ટ ૬,૯૦,૦૯૨ થયા છે. આજની સ્થિતિ એ કુલ ૪,૭૨,૧૩૬ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪,૭૦,૪૦૫ વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન છે અને ૧૭૩૧ લોકો ફેસીલીટી ક્વોરન્ટાઇનમાં છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૮
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૦૮ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૯૯
અમદાવાદ કોર્પોરેશન ૧૪૭
સુરત ૯૪
વડોદરા કોર્પોરેશન ૭૫
રાજકોટ કોર્પોરેશન ૪૯
દહોદ ૩૯
ગાંધીનગર ૩૫
બનાસકાંઠા ૩૫
સુરેન્દ્રનગર ૩૨
રાજકોટ ૩૦
અમરેલી ૨૬
જામનગર કોર્પોરેશન ૨૨
નવસારી ૨૧
ભાવનગર ૨૦
મહીસાગર ૨૦
ભરુચ ૧૯
પંચમહાલ ૧૯
ભાવનગર કોર્પોરેશન ૧૮
મહેસાણા ૧૮
પાટણ ૧૮
વલસાડ ૧૮
નર્મદા ૧૬
વડોદરા ૧૬
ગીર સોમનાથ ૧૫
ખેડા ૧૩
આણંદ ૧૧
જુનાગઢ કોર્પોરેશન ૧૧
કચ્છ ૧૦
અમદાવાદ ૯
ગાંધીનગર કોર્પોરેશન ૯
મોરબી ૯
બોટાદ ૮
સાબરકાંઠા ૮
તાપી ૬
જુનાગઢ ૫
જામનગર ૪
પોરબંદર ૪
અરવલ્લી ૨
કુલ ૧૧૦૮

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope