કોરોના ફરીવાર ૧૧૦૦નો આંકડો પાર કરીને ૧૧૪૪ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ લોકોનાં મૃત્યુ
અત્યાર સુધીમાં ૪૩૧૯૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા : કુલ મૃત્યુઆંક ૨૩૯૬ : ૧૩૪૪૬ લોકો સ્ટેબલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૯
રાજ્યમાં સતત બીજા દિવસે અને જુલાઈમાં ત્રીજીવાર કોરોના પોઝિટિવનો આંકડો ૧૧૦૦ને પાર થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૨૯૧૪ ટેસ્ટ કોરોનાના કરવામાં આવતા ૧૧૪૪ પોઝિટિવ કેસ નોંધાવ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોના કુલ સંક્રમિતનો આંકડો ૫૯ હજારને પાર થઈ ૫૯૧૨૬ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૪ મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક ૨૩૯૬ થયો છે. આજે ૭૮૩ દર્દીઓ સાજા થયા હતા. આ સાથે ડિસ્ચાર્જ થવાનો આંકડો ૪૩ હજારને પાર થઈ ૪૩૧૯૫ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ એક્ટિવ કેસ ૧૩૫૩૫ થયો છે. જેમાં ૮૯ વેન્ટીલેટર પર અને ૧૩૪૪૬ સ્ટેબલ છે. અનલોક-૩માં આજે રાત્રિ કર્ફ્યુ હટાવવા અને જિમ તેમજ યોગ પ્રવૃત્તિ કરવાની છૂટછાટ વચ્ચે રાજ્યમાં કોેરોનાનો દૈનિક આંકડો સતત વધી રહ્યો છે. પ્રજાએ વધુ સર્તક રહેવાની તાતી જરૂરિયાત છે. આરોગ્ય વિભાગે આપેલ યાદી મુજબ સુરત કોર્પોરેશનમાં ૮ અને જિલ્લામાં ૩, અમદાવાદ શહેર ૫, પાટણ, રાજકોટ, વડોદરા શહેરમાં ૨-૨ અને મહેસાણા તેમજ વડોદરા ગ્રામ્યમાં ૧-૧ કેસ સાથે કુલ ૨૪ મોત કોરોનાને લીધે નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૪૧ અને ગ્રામ્યમાં ૧૧ સાથે ૧૫૨ કોરોના પોઝિટિવના કેસ આજે નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૨૬૧૮૪ થયો છે. આજે વધુ ૫ મોત સાથે શહેરમાં કુલ ૧૫૮૪ મોત થયા છે. સુરત શહેરમાં ૨૦૭ અને ગ્રામ્યમાં ૨૪ સાથે ૨૯૧ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૧૨૫૧૪ થયો છે. આજે વધુ ૧૧ મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૭૯ થયો છે. વડોદરા શહેરમાં ૭૨ અને ગ્રામ્યમાં ૨૩ સાથે ૯૫ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૪૪૬૨ થયો છે. આજે વધુ ૨ મોત નોંધાતા વડોદરામાં કુલ મૃત્યુઆંક ૯૮ થયો છે. ગાંધીનગર શહેરમાં ૧૨ અને ગ્રામ્યમાં ૩૮ સાથે આજે કોરોના પોઝિટિવનો આંકડો એક દિવસમાં ૫૦ પર પહોંચ્યો છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૪૦૬ થયો છે.

રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૯
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૪૪ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
સુરત કોર્પોરેશન-૨૦૭, અમદાવાદ કોર્પોરેશન-૧૪૧, સુરત-૮૪, વડોદરા કોર્પોરેશન- ૭૨, રાજકોટ-૪૦, રાજકોટ કોર્પોરેશન-૪૦, ગાંધીનગર-૩૮, મહેસાણા-૩૬, ભરુચ-૩૩, દાહોદ-૩૩, સુરેન્દ્રનગર-૩૧, મોરબી-૨૮, અમરેલી-૨૪, ભાવનગર કોર્પોરેશન-૨૩, જુનાગઢ કોર્પોરેશન-૨૩, વડોદરા-૨૩,વલસાડ-૧૯, નર્મદા-૧૮, પાટણ-૧૮, નવસારી-૧૭, જામનગર કોર્પોરેશન-૧૬, પોરબંદર-૧૪, સાબરકાંઠા-૧૪, કચ્છ-૧૩, ભાવનગર-૧૨, ગાંધીનગર કોર્પોરેશન-૧૨, મહીસાગર-૧૨, અમદાવાદ-૧૧, આણંદ-૧૦, બનાસકાંઠા-૧૦, ખેડા-૧૦, પંચમહાલ-૧૦, તાપી-૧૦, બોટાદ-૮, ગીર સોમનાથ-૮, જુનાગઢ-૮, જામનગર-૩, છોટા ઉદેપુર-૨, અરવલ્લી-૧, ડાંગ-૧, દેવભૂમિ દ્ધારકા-૧, અન્ય રાજ્ય-૧૦, કુલ- ૧૧૪૪

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope