જૉગિંગ બાદ ડર સાથે ફ્રીડમ મહેસૂસ કરી રહી છે ધુપિયા

લોકોથી ડિસ્ટન્સ પણ રાખી રહી છું
૮૦ દિવસ બાદ જૉગિંગ માટે ગઈ હતી એટલે ફ્રીડમની સાથે સાથે ડર પણ લાગી રહ્યો હતો : સ્ટાર નેહા ધુપિયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૮
નેહા ધુપિયાનું કહેવું છે કે, સવારના જૉગિંગ દરમ્યાન ફ્રીડમને મહેસૂસ કરવાની સાથે મને ડર પણ લાગી રહ્યો હતો. મુંબઈમાં હજી પણ કોરોના વાઇરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. બે મહિનાના લોકડાઉન બાદ મુંબઈમાં થોડીઘણી છૂટછાટ આપવામાં આવી છે. જોકે લોકો હજી પણ આ વાઇરસને સિરિયસલી નથી લઈ રહ્યા. ૮૦ દિવસ બાદ જૉગિંગ કરવા ગયેલી નેહા ધુપિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કૅપ્શન આપી છે, ‘૮૦ દિવસ બાદ જૉગિંગ માટે ગઈ હતી. ફ્રીડમની સાથે ડર પણ લાગી રહ્યો હતો. ફ્રીડમ એટલા માટે કે હું આઉટડોર ગઈ હતી અને ક્લીન ઍર લઈ રહી હતી. ફ્રીડમ એટલા માટે કે મારુંં ફેવરિટ મ્યુઝિક ચાલી રહ્યું હતું. ફ્રીડમ એટલા માટે કે મારા પગ થાકી ગયા બાદ ફરી મારા ઘર તરફ મને લઈ જઈ રહ્યા હતા. ફ્રીડમ એટલા માટે કે મેં માસ્ક પહેર્યો હતો અને લોકોથી ડિસ્ટન્સ પણ રાખી રહી હતી. ઘણા સમય બાદ મેં સવારનું જૉગિંગ કર્યું અને મારા ફેવરિટ ભાજીવાળા અને ફ્રૂટવાળાને દૂરથી હાથ હલાવીને હાય કરતાં મારા ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. ડર એટલા માટે લાગી રહ્યો છે કે ઘણા લોકો માસ્ક નથી પહેરી રહ્યા. મેં ઘણાને દૂરથી માસ્ક પહેરવા માટે કહ્યું હતું. ડર એટલા માટે લાગી રહ્યો હતો કે મુંબઈમાં પહેલાં જેવું સ્પિરિટ મને મિસિંગ લાગ્યું હતું. મને પહેલાં જેટલું મુંબઈ સેફ લાગતું હતું એ નહોતું લાગ્યું અને આ નૉર્મલ થશે કે નહીં એનો પણ મને ડર લાગતો હતો.’

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope