ગુજરાતમાં ૪૭૭ કોરોના પોઝિટિવ કેસ : ૩૧નાં મોત

અમદાવાદમાં ૩૪૬ કેસ : ૨૪ દર્દીનાં મૃત્યુ

રાજ્યભરમાં કોરોના સંક્રમિતનો આંકડો ૨૦૫૭૪ થયો કુલ મૃતાંક ૧૨૮૦ પર પહોંચી ગયો : ૩૨૧ દર્દી સાજા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૮
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૭૭ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી સંક્રમીત થવાનો આંકડો ૨૦૫૭૪ પર પહોંચ્યો છે. રાજ્યમાં વધુ ૩૧ વ્યક્તિઓના મોત વીતેલા ૨૪ કલાકમાં થતા કુલ મૃત્યુ ૧૨૮૦ થયા છે. અમદાવાદમાં આજે નવા ૩૪૬ કેસ નોંધાતા કુલ સંક્રમીતનો આંક ૧૪૬૩૧ પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે ૫૯ જણા વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે. ૩૨૧ વ્યક્તિઓ સાજા થઈને ઘરે ગયા છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે કોરોનાનો કેર યથાવત રહ્યો હતો. રાજ્યમાં નવા ૪૭૭ દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં આજે ૩૪૬ કેસ સાથે ૨૪ દર્દીના મૃત્યુ પામ્યા હતા. આ અગાઉ એક દિવસમાં ૩૪૯ કેસનો વિક્રમ નોંધાયો હતો. આજે રાજ્યમાં ૩૨૧ દર્દીઓએ સાજા થયા કુલ સંખ્યા ૧૩૯૬૪ થતા ૧૪ હજારની આંકડા નજીક પહોંચ્યો છે. રાજ્યમાં આજે ૩૧ વ્યક્તિઓના કોરોનાને લીધે મૃત્યુ થયા જેમાં અમદાવાદમાં ૨૪, સુરત અને ગાંધીનગરમાં ૨, સાબરકાંઠા, પંચમહાલ અને રાજકોટ ખાતે ૧ વ્યક્તિઓના મોત થયા હતા. આ સાથે મૃત્યુઆંક કુલ ૧૨૮૦ નોંધાયા છે. રાજ્યમાં આજે ૫૯ દર્દી વેન્ટીલેટર પર અને સ્ટેબલ ૫૨૭૧ સાથે કુલ ૫૩૩૦ દર્દી પોઝિટિવ છે. અમદાવાદમાં ૩૪૬, સુરતમાં ૪૮, વડોદરામાં ૩૫, ગાંધીનગર, જુનાગઢ અને અરવલ્લીમાં ૪-૪, સાબરકાંઠા અને જામનગરમાં ૫-૫, સુરેન્દ્રનગરમાં ૬, નવસારી બનાસકાંઠા, ભરૂચ અને અન્ય રાજ્યમાં ૨-૨, ભાવનગરમાં ૩, મહેસાણા, કચ્છ, ગીરસોમનાથ અને અમરેલીમાં ૧-૧ નોંધાયા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં ૨૧૦૪૩૮ વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જૈ પૈકી ૨૦૩૬૨૬ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઇન છે અને ૧૮૧૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરોન્ટાઇન રાખવામાં આવે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope