શંકરસિંહ હવે ચૂંટણી જીતી તથા જીતાડી શકે તેમ નથી

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા છેલ્લા લગભગ ૨૦ વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને નવા રાજકીય પક્ષ જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરનાર શંકરસિંહ વાઘેલા હવે ત્રીજા મોરચાના નામે ગુજરાતમાં ચુંટણી લડવા માંગે છે તેમણે જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી છે અને એ જાહેરાત કરી હતી કે અમારો પક્ષ અન્ય બીજા પક્ષો સાથે મોરચો બનાવીને ગુજરાતની બધી ૧૮૨ બેઠકો ઉપર ચુંટણી લડીશું.પરંતુ શંકરસિંહ વાધેલાના નવા પક્ષ જન વિકલ્પના કોઇ ઉમેદવાર ચુંટાઇ શકે તેમ નથી તથા શંકરસિંહ વાધેલા દ્વારા આ ઉમેદવારોને જીતાડી શકાય તેમ નથી.તેવું એક કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું.

આ આગેવાને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા મુખ્યમંત્રીઓએ ત્રીજા પક્ષની રચના કરી હતી પરંતુ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઇ ત્રીજો પક્ષ સત્તા પર આવી શકયો નથી અત્યાર સુધીમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓમાં ચિમનભાઇ પટેલના કિમલોપ પક્ષને ૧૪ બેઠકો મળી હતી. ગુજરાતમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઇ પટેલે કોંગ્રેસમાંથી અલગ થઇ ગયા બાદ કિસાન મજદુર લોક પક્ષ કિમલોપ પક્ષની સ્થાપના કરી હતી તેમને ૧૯૭૫ની સાલમાં થયેલી ચુંટણીમાં માત્ર ૧૪ બેઠકો મળી હતી.આવી જ રીતે મુખ્યમંત્રી રહી ચુકેલા શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પક્ષમાંથી છુટા પડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી રાજપા પક્ષની સ્થાપના કરી હતી.આ પક્ષને વિધાનસભાની ચુંટણીમાં માત્ર ૪ બેઠકો જ મળી હતી.

આવી જ રીતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલે ભાજપમાંથી છુટા પડીને ગુજરાત પરિવર્તન પાર્ટી નામના પક્ષની સ્થાપના કરી હતી. તેમને ગઇ ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણીમાં માત્ર બે બેઠકો જ મળી હતી. આવી જ રીતે મુખ્યમંત્રી નહીં રહેલા પરંતુ મંત્રીમંડળમાં બીજા ક્રમાંકનું સ્થાન ભોગવનાર અને મુખ્યમંત્રી જેવી જ કામગીરી કરનાર રતુભાઇ અદાણીએ કોંગ્રેસમાંથી છુટા થઇને અલગ પક્ષની સ્થાપના કરી હતી. તેના પક્ષને માત્ર સાત બેઠકો મળી હતી.આ કોંગ્રેસી આગેવાને જણાવ્યું હતું કે હજુ એક દોઢ મહીના પહેલા કોંગ્રેસમાંથી છુટા થયેલા શંકરસિંહ વાઘેલા પોતે ચુંટણી જીતી શકે તેમ નથી તેમણે છેલ્લી ત્રણ લોકસભાની બેઠકો ગુમાવી હતી.

વર્ષ ૨૦૧૪ની ચુંટણીમાં લોકસભાની સાબરકાંઠા બેઠક પરથી શંકરસિંહ વાધેલા ચુંટણી લડયા હતાં પણ હારી ગયા હતાં. તે અગાઉ ગોધરામાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડયા હતાં પરંતુ વર્ષ ૨૦૦૯ની ચુંટણીમાં તેઓ હારી ગયા હતાં. તે અગાઉ પણ લોકસભાની ચુંટણીમાં તેઓ હારી ગયા હતાં. વાધેલા માત્ર રાજયસભામાં એકવાર ચુંટાયા હતાં અને એકવાર લોકસભાની બેઠક પરથી જીત્યા હતાં. આ ઉપરાંત વર્તમાન વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં કપડવંજથી ચુંટણી લડયા હતાં અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભામાં ચુંટાઇ આવીને વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષના નેતા રહ્યાં હતાં.

આ અગાઉ જયારે તેમણે ભાજપની સામે બળવો પોકાર્યો હતો અને રાજપા પક્ષની સ્થાપના કરી હતી ત્યારે રાજપા પક્ષ તરફથી રાધનપુરમાંથી પેટાચુંટણી લડીને વિધાનસભામાં ચુંટાઇ આવ્યા હતાં અને મુખ્યમંત્રી બન્યા હતાં. પરંતુ તેઓ ભાજપ અને કોંગ્રેસ સામે અવારનવાર બળવો કરે છે ત્યારે તેઓ ભાજપ કે કોંગ્રેસ સિવાયના કોઇ પક્ષમાંથી ચુંટાઇ આવતા નથી તથા તેમના પક્ષના બીજા ઉમેદવારોને જીતાડી શકતા નથી. આ વર્ષે થનારી વિધાનસભાની ચુંટણીમાં પણ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે જન વિકલ્પ પક્ષમાંથી કોઇ ઉમેદવાર જીતી શકે તેમ નથી. કે સંકરસિંહ દ્વારા આ ઉમેદવારોને જીતાડી શકાય તેમ નથી.

રાજપા પક્ષની સ્થાપના કરી હતી ત્યારે આ પક્ષના અધ્યક્ષ તરીકે આદિવાસીઓમાં આંદોલન ચલાવનાર મધુસુદન મિસત્રી ને રાજપા પક્ષના અધ્યક્ષ બનાવ્યા હતાં મધુસુદન મિસત્રી ૨૦ વર્ષ પહેલા શંકરસિંહ વાધેલા સાથે કોંગ્રેસમાં જાડાયા હતાં પરંતુ તેઓ અત્યારે સંકરસિંહે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે ત્યારે તેઓ કોંગ્રેસ પક્ષમાં ચાલુ રહ્યાં છે. આ કોંગ્રેસી આગેવાને વધુમાં જણાવ્યું હતું કે શંકરસિંહનો હવે કોઇ વિશ્વાસ રાખી શકે તેમ નથી તેઓ તો નવા પક્ષની સ્થાપના કરીને ડુબે છે પરંતુ બીજાને પણ ડુબાડે છે.આથી તેમની સાથે કોંગ્રેસમાંથી કોઇ મોટા માથા નિકળીને જન વિકલ્પ પક્ષમાં જાડાયા નથી.આમ વાઘ કે સિંહના નખ અને દાંત તુટી પડે છે ત્યારે દાંત અને નખ વગરના વાઘ કે સિંહ શિકાર કરી શકે તેમ નથી. તેવી જ રીતે શંકરસિંહ હવે દાંત અને નખ વગરના સિંહની જેમ કોઇને જીતાડી શકે તેમ નથી. આથી તેમની સાથે જન વિકલ્પ પક્ષમાં કોઇ મોટા માથા કોંગ્રેસમાંથી જાડાયા નથી.

 
latest news
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૪૨ કેસ : ૧૨નાં મોત થયા

૫,૯૯,૬૩૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાયા
અત્યાર સુધીમાં ૩૩૯૬ લોકોનાં ...

આત્મનિર્ભર ગુજરાત હેઠળ ૧૬૪૭ કરોડની લોન મંજૂર

આત્મનિર્ભર ગુજરાત સહાય હેઠળ લોન મંજુર
અત્યાર સુધીમાં જરૂરતમંદ અરજદ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૮ કેસ : ૧૪નાં મોત થયા

૫,૯૮,૯૯૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૮૪ લોકોનાં મ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope