રક્ષાબંધનના પર્વની ભવ્યરીતે ઉજવણી : ભારે ઉત્સાહ રહ્યો

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજયની જામનગર, જૂનાગઢ સહિતની જેલોમાં આજે રક્ષાબંધનના તહેવારને લઇ બહેનો પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધવા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી હતી. સાબરમતી જેલ સહિત વિવિધ જેલોમાં બહેનોએ રડતી આંખોએ જયારે પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધી ત્યારે એક તબક્કે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ પોતાના ભાઇઓની જેલમાંથી જલ્દી મુકિત માટે અને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી તો, બીજીબાજુ, કેદી ભાઇઓએ પણ બહેનને તે ખૂબ ખૂબ સુખી થાય તે માટે પ્રાર્થના કરી આશીર્વાદ આપ્યા હતા.

શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજયના વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતની જેલોમાં પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધવા આજે વહેલી સવારથી જ બહેનો જેલ પ્રાંગણમાં ઉમટી હતી. જેના કારણે જેલોની બહાર આજે બહેનોની લાંબી લાઇનો નજરે પડતી હતી. બહેનો હાથમાં રાખડી, મઠાઇના પેકેટ અને કંકુ-ચોખાની કંકાવટી લઇ ઉભેલી હરખાતી નજરે પડતી હતી પરંતુ સાથે સાથે પોતાનો ભાઇ જેલમાં હોવાની વેદના અને કરૂણા પણ બહેનોના ચહેરા પર વર્તાતી હતી.

જેલ સત્તાવાળાઓ તરફથી બહેનો પોતાના કેદી ભાઇઓને સારી રીતે રાખડી બાંધી શકે અને તેમની સાથે વ્યવસ્થિતી રીતે વાતચીત કરી શકે તે માટે સમયની અનુકૂળતા આપવા સહિતની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત વિવિધ જેલોમાં બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇઓને જયારે રડતી આંખોએ રાખડી બાંધી તેને આશીર્વાદ આપ્યા ત્યારે કેદીભાઇઓ પણ પોતાના આંસુઓને રોકી શકયા ન હતા અને તેમની આંખો પણ ભીની થઇ ગઇ હતી.

બહેનોએ કેદી ભાઇઓના માથે કંકુનો ચાંલ્લો કરી, ચોખા લગાવી ભારે હેત અને પ્રેમથી રાખડી બાંધી હતી અને મીઠાઇ ખવડાવી તેનું મોં મીઠું કરાવ્યું હતું. બહેનોએ પોતાના ભાઇઓેને જેલમાંથી જલ્દી મુક્તિ મળે તેમ જ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી તો, ભાઇઓએ પણ પોતાની વ્હાલસોયી બહેનને ગળે લગાવી તેનો ખૂબ આભાર માની તેને હૃદયપૂર્વકના આશિષ આપ્યા હત કે, ભગવાન તેને ખૂબ ખૂબ સુખી કરે. ભાઇ-બહેનના આજના પવિત્ર મિલનને લઇ સાબરમતી જેલ સહિત વિવિધ જેલોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope