બ્લુ વ્હેલ જેવી ઓનલાઈન ગેમ ઉપર પ્રતિબંધની માંગ

મુંબઈના ટીનેજરે ઓનલાઇન ગેમ રમ્યા બાદ આપઘાત કરી લીધા બાદ રાજ્યસભામાં આજે આ મુદ્દો છવાયો હતો અને ઇન્ટરનેટ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિ સામે કઠોર પગલા લેવાની માંગ કરી હતી. ભાજપના અમર શંકર સાબ્લે દ્વારા શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. મનપ્રિતે ૫૦ દિવસ સુધી બ્લુ વ્હેલ ગેમ રમ્યા બાદ ઇમારત પરથી કુદકો મારીને આપઘાત કરી લીધો હતો. અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ અને ઇટાલી જેવા દેશોમાં મળીને આશરે ૧૩૦ આપઘાત આ ગામને લઇને થઇ ચુક્યા છે.

આ ગેમમાં ભાગ લેનાર લોકો જુદી જુદી પ્રકારની માહિતી આપતા રહે છે જેમાં હોરર ફિલ્મો નિહાળવા, ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરવા અને મોડેથી આપઘાત કરી લેવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારની ગતિવિધિના પરિણામ સ્વરુપે તેની સીધી અસર ભારતમાં પણ થઇ રહી છે. મનપ્રિત આ ગેમના પ્રથમ ભોગ બનનાર તરીકે રહ્યો છે. બ્લુ વ્હેલ ગેમના પરિણામ સ્વરુપે ભારતીય ટીનેજરોને અસર ન થાય તેની ખાતરી કરવાની જરૂર છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવી ચુક્યો છે.

તેમની પાર્ટીના સાથી વિકાસ મહાત્મેનું કહેવું છે કે, અન્ય જે ગેમ ખુબ જ અશ્લિલ અને જાખમી છે તે ગેમોને બંધ કરવામાં આવે તે જરૂરી છે. ભાજપના સભ્યો સાથે સહમતિ દર્શાવીને સપાના સંજય શેઠે કહ્યું હતું કે, વેબસાઈટ પરથી આ પ્રકારની ગેમને દૂર કરવા માટેની જાગવાઈ હોવી જાઇએ. નવમાં ધોરણમાં અભ્યાસ કરનાર મનપ્રિતે ગયા મહિનામાં અંધેરીમાં ઇમારતના પાંચમા માળેથી કુદી જઈને આપઘાત કરી લીધો હતો. બીજેડીના દિલીપકુમારે ઓરિસ્સામાં ખેડૂતો સાથે સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના માટે નોંધણીમાં આવી રહેલી સમસ્યાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope