જીયોના ફોરજી ફીચર ફોનનું પ્રિ-બુકિંગ : લોકો ભારે ઉત્સુક

રિલાયન્સ જીયોના ફોરજી ફિચર ફોનના બીટા ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. હવે માત્ર આ ફોરજી ફિચર ફોનના બીટા ટ્રાયલની શરૂઆત થઇ છે. સામાન્ય ગ્રાહકો માટે આ ફોન હાલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીટા ટ્રાયલનો હેતુ સામાન્ય ગ્રાહકોને ફોન આપતા પહેલા તેના સોફ્ટવેર અને હાર્ડવેરમાં રહેલી ખામીઓને શોધી કાઢવાનો રહેલો છે.

જા કે, જીયો ફોનની સત્તાવાર બુકિંગની પ્રક્રિયા ૨૪મી ઓગસ્ટથી શરૂ થશે. દિલ્હી-એનસીઆરના પસંદગીના રિટેલ સ્ટોરે ઓફલાઈન આ હેન્ડસેટ માટે પ્રી ઓર્ડર લેવાની શરૂઆત કરી દીધી છે. હેન્ડસેટના ઓનલાઈન બુકિંગની શરૂઆત ૨૪મી ઓગસ્ટ માયજીયો એપ મારફતે થશે. આ ઉપરાંત એસએમએસથી પણ જીયો ફોરજી ફોન માટે બુકિંગની શરૂઆત થશે. આ ફોનને માયજીયોએપ અને ઓફલાઇન માધ્યમથી બુક કરાવી શકાયછે. અધિકૃત જીયો રિટેલરને આધાર કાર્ડની એક ફોટો કોપી આપવાની રહેશે.

રિલાયન્સ જીયો આઉટલેટમાં પણ આધાર કાર્ડ વગર જીયો ફોન માટે બુકિંગ કરી શકાશે નહીં. આધાર કાર્ડની નકલ આપવામાં આવ્યા બાદ અનેક માહિતી સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ એક ટોકન નંબર આપવામાં આવશે. આ ટોકન નંબર ફોન લેતી વેળા કામ આવશે. હાલ દેશભરમાં એક આધાર નંબર પણ જ ફોનના બુકિંગની પ્રક્રિયા ચાલી રહી છે. એક આધાર નંબર પર જ ફોન મળશે. જીયો ફોન એક રીતે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે પરંતુ શરૂઆતમાં સિક્યુરિટી તરીકે ૧૫૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. જીયોના કહેવા મુજબ ૩૬ મહિના ઉપયોગ કરવામાં આવ્યા બાદ ગ્રાહક આ રકમને પરત મેળવી શકે છે. સૌથી પહેલા કંપનીની વેબસાઇટ ઉપર જઇને નામ, ઇ-મેઇલ આઈડી, એરિયા પીનકોડ અને ફોન નંબરની નોંધણી કરાવી પડશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope