માનવીય અધિકારોના હનન મુદ્દે સરકારને ૫૦૦૦૦નો દંડ થયો

એક કેદીની સજા પૂરી થઇ ગઇ હોવાછતાં તેને જેલમાંથી મુકત નહી કરાતાં માનવીય અધિકારોના હનન મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી એક મહત્વની રિટ અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટે રાજય સરકારને માનવીય અધિકારોના હનન માટે એક કેસમાં જવાબદાર ઠરાવી તેને રૂ.૫૦ હજારનો આકરો દંડ ફટકાર્યો હતો અને દંડની આ રકમ કેદીને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે અરજદાર કેદીને તાત્કાલિક જેલમાંથી મુકત કરવા પણ સરકારને હુકમ કર્યો હતો.

પ્રભાતસિંહ ડાભી નામના કેદીએ ૧૩ વર્ષની સજા કાપી લીધા થતાંય તેને સમયસર જેલમાંથી મુકત નહી કરાતાં સરકારની ગંભીર બેદરકારી અને માનવ અધિકારના હનનને લઇ હાઇકોર્ટમાં રિટ અરજી થઇ હતી. જેમાં હાઇકોર્ટે રાજય સરકાર અને તેના સત્તાવાળાઓની સખત ઝાટકણી કાઢી હતી. જાન્યુઆરી મહિનામાં આ કેદી છૂટી જવો જાઇતો હતો પરંતુ હજુ સુધી તેને જેલમાંથી મુકત નહી કરાતાં અને તે જેલમાં હોવા બાબતે ગુજરાત હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું. હાઇકોર્ટે સરકારની ગંભીર નિષ્કાળજી અને અસંવેદનશીલ વલણની તીખી આલોચના કરી હતી અને આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

હાઇકોર્ટે પ્રસ્તુત કેસમાં માનવીય અધિકારોનું હનન થયું હોવાનું અને તે માટે સરકારને જવાબદાર ઠરાવી સબક સમાન રૂ.૫૦ હજારનો દંડ રાજય સરકારને ફટકાર્યો હતો. હાઇકોર્ટે દંડની આ રકમ કેદીને વળતર તરીકે ચૂકવવા પણ રાજય સરકારને હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારે એવો બચાવ કર્યો હતો કે, આ કેદી અગાઉ સજા દરમ્યાન એક વખત ભાગી ગયો હતો અને તેથી તેને દર ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ જે રેમીશનનો લાભ અપાય છે, તે અપાયો ન હતો.

સરકારે જણાવ્યું હતું કે, તે ભાગી ગયો હતો, તેથી તેને લાભ ના મળી શકે. અરજદાર કેદી તરફથી કોર્ટનું ધ્યાન દોરાયું કે, સરકારે તા.૨૫-૧-૧૭એ જાહેરનામું જારી કરી જે કેદીઓ આજીવન કેદની સજા પામ્યા હોય અને ૧૨ વર્ષ સજાના પૂરા કરી દીધા હોય તેમ જ છેલ્લા ૧૦ વર્ષમાં ભાગેડુ ના હોય તો તેને રેમીશનનો મુકિતનો લાભ મળી શકે તેવું સ્પષ્ટ ઠરાવ્યું છે અને તે જાહેરનામા મુજબ, અરજદાર કેદી મુકત થવાને પાત્ર ઠરે છે. અરજદાર કેદી ભાગી ગયો તે તો દસ વર્ષ પહેલા ભાગી ગયો હતો અને તે માટે તેને એક વર્ષની સજા પણ થઇ હતી.

મર્ડર કેસમાં તેને જન્મટીપની સજા થઇ હતી અને તેણે ૧૨ વર્ષની સજા પૂરી કરી લીધી છે. તે જાતાં તેને જાન્યુઆરીમાં સરકારના જાહેરનામા મુજબ મુકત કરવો જાઇતો હતો પરંતુ સરકારના સત્તાવાળાઓએ હજુ સુધી તેને મુકત કર્યો નથી.હાઇકોર્ટે સરકારના બચાવને ગ્રાહ્ય રાખ્યો ન હતો અને કેદીને તાત્કાલિક મુકત કરવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે સરકારને રૂ.૫૦ હજારનો દંડ ફટકારી આ રકમ કેદીને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope