નદીમાં પાણીના પ્રવાહને જાવા બ્રિજ ઉપર લોકો ઉમટી પડ્યા

ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થતા સાબરમતી નદીમાં પાણી છોડવા નિર્ણય લેવામાં આવ્યા બાદ આજે બપોરે એકના સુમારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પાણીની આવક શરૂ થતા નદીમાં આવેલા પાણીને નિહાળવા શહેરીજનોએ નદી ઉપર આવેલા તમામ મુખ્યબ્રીજ ઉપર ભારે ધસારો કર્યો હતો. આ દરમિયાન અનેક લોકોએ સેલ્ફી પણ લીધી હતી.આ તરફ નદીમાં સતત વધી રહેલા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને શહેર પોલીસને પણ તમામ મુખ્યબ્રીજ ઉપર બંદોબસ્ત માટે ગોઠવી દીધા હોવાછતાં નદીમાં આવેલા પાણીને જાવાની એક તક ન ગુમાવવા માગતા હોય એમ અમદાવાદના લોકોએ જે વાહન મળ્યુ એ લઈ બ્રીજ ઉપર પાણીને જાવા રીતસરની દોટ લગાવતા ટ્રાફિકને કંટ્રોલ કરવો એ પોલીસ માટે પણ મુશ્કેલ બની જવા પામ્યુ હતુ.

અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં લગભગ દોઢ લાખ કયુસેક જેટલુ પાણી છોડવાના નિર્ણય બાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલો વોક-વે ગઈકાલે સોમવારથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો.આમછતાં પણ શહેરીજનોએ નદીની ઉપર આવેલા બ્રીજ ઉપર ભારે ધસારો કર્યો હતો.એક તરફ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને બીજી તરફ નદીનું પાણી જાવા ઉમટેલા લોકોને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જાવા મળ્યા હતા. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા મીઠાખળી અંડરપાસને મ્યુનિસિપલ તંત્ર દ્વારા સલામતીના કારણોસર બંધ કરી દેતા ટ્રાફિક વધુ જામ બનવા પામ્યો હતો.

શહેરના નહેરૂબ્રીજથી લઈને છેક ઉસ્માનપુરા અને નવરંગપુરા ક્રોસીંગથી લઈને સ્વસ્તીક ચાર રસ્તા સુધી જ્યાં એક પણ ટ્રાફિકનો કોન્સ્ટેબલ નજરે પડતો ન હતો.ત્યાં બીજી તરફ ભારે વરસાદને લઈને ઘરે જવા નીકળેલા વાહન ચાલકોએ જ્યાં અને જે રીતે જગ્યા મળે એ પ્રમાણે પોતાના વાહનો હંકારતા તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જાવા મળી રહ્યા હતા.શહેરના અન્ય વિસ્તારોમાં પણ એસ.જી.હાઈવે, ગુરૂકુળ રોડ, હેલ્મેટ સર્કલ વગેરે વિસ્તારોમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો જાવા મળ્યા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope