સીએ ફાઇનલ : અમદાવાદના છ વિદ્યાર્થીઓએ ગૌરવ વધાર્યુ

સીએ ફાઇનલ પરીક્ષાનું ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ ૨૨.૯૮ ટકા અને સીપીટી(કોમન પ્રોફીશીયન્સી ટેસ્ટ)૨૦૧૭ પરીક્ષાનું ઓલ ઇન્ડિયા લેવલનું ૪૦.૫૨ ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં અમદાવાદ સેન્ટરના ૬ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા લેવલમાં પણ ઉત્કૃષ્ટ સ્થાન હાંસલ કરી અમદાવાદનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું હતું. આ અંગે આઇસીએઆઇના ચેરમેન સીએ ચિંતન પટેલ તથા અન્ય હોદ્દેદારો ગણેશ નાદાર, અનિકેત તલાટી અને પુરુષોત્તમ ખાંડેલવાલે જણાવ્યું હતું કે, સીએ ફાઇનલની મે-૨૦૧૭માં લેવાયેલી પરીક્ષાના પરિણામમાં અમદાવાદ સેન્ટરમાંથી પક્ષલ ભુપેશકુમાર શાહે ૫૫૨ કુલ માર્કસ સાથે ૨૨ નંબરનો રેન્ક હાંસલ કરી અમદાવાદ સેન્ટરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ઓલ ઇÂન્ડયા લેવલમાં ૨૪ મો રેન્ક પ્રાપ્ત કરનારી યુકતા મહેશ્વરીએ ૫૪૮ કુલ માર્કસ સાથે અમદાવાદ સેન્ટરમાં બીજુ સ્થાન હાંસલ કર્યું છે, જયારે મદનગોપાલ શંકરલાલ અગ્રવાલે ૫૩૮ કુલ માર્કસ સાથે ઓલ ઇન્ડિયા લેવલમાં ૩૪મો રેન્ક મેળવી અમદાવાદ સેન્ટરમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિદ્યાર્થીઓએ અમદાવાદનું ગૌરવ વધાર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સીએ ફાઇનલ મે-૨૦૧૭ની એક્ઝામમાં અમદાવાદ સેન્ટરમાંથી બંને ગ્રુપમાંથી કુલ ૧૩૦૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી ૩૫૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગ્રુપ એકમાં ૧૨૨૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૮૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જયારે ગ્રુપ બેમાં ૧૩૨૨ વિદ્યાર્થીઓ બેઠા હતા, તે પૈકી ૨૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

સીએ ફાઇનલ ગ્રુપની બંને પરીક્ષામાં કુલ ૩૪૫૦૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકીના ૭૯૨૮ વિદ્યાર્થીઓ પાસ થતાં કુલ ૨૨.૯૮ ટકા પરિણામ જાહેર થયું છે. જયારે સીપીટીની પરીક્ષામાં કુલ ૮૮૯૧૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી ૩૬૦૨૮ વિદ્યાર્થીઓ પાસ થતાં ૪૦.૫૨ ટકા પરિણામ જાહેર કરાયું હતું. સીપીટી જૂન-૨૦૧૭માં લેવાયેલી પરીક્ષામાં અમદાવાદ સેન્ટરમાંથી કુલ ૧૯૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી ૧૦૬૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થતાં સીપીટી એક્ઝામનું અમદાવાદ સેન્ટરનું પરિણામ ૫૫.૨૪ ટકા આવ્યું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope