અમદાવાદમાં ૪ ઇંચ સુધીના વરસાદથી સર્વત્ર જળબંબાકાર

અમદાવાદ શહેરમાં એક દિવસના વિરામ બાદ આજે સવારના સુમારે મેઘરાજાએ ધબડાટી બોલાવતા માત્ર ત્રણ કલાકમાં સરેરાશ ચાર ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.દરમિયાન શહેરના શીલજ વિસ્તારમાં વીજળી પડવાને કારણે એક મહિલા અને એક પુરૂષ એમ બે લોકોના મોત નિપજ્યા છે.આજે પડેલા વરસાદને પરિણામે સૌથી વધુ અસર શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં જાવા મળી હતી.આજે સવારે ૭..૪૫ કલાકથી શરૂ થયેલા અનરાધાર વરસાદને પરિણામે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળાઓ ઉપરાંત અનેક શાળા અને કોલેજામાં રજા જાહેર કરી દેવાની ફરજ પડી હતી.દરમિયાન ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ફરી વળવાને કારણે અનેક વાહનચાલકો રસ્તા ઉપર જ અટવાઈ પડવા પામ્યા હતા આ સાથે જ શહેરના અનેક રસ્તાઓ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જાવા મળી રહ્યા હતા.

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવા પામતા તેને બંધ કરવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી.આ સાથે જ શહેરના વાસણા બેરેજના ચાર દરવાજા અઢી ફુટ જેટલા ખોલવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી.શહેરનો હાટકેશ્વર સર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ જવા પામ્યો હતો.ખોડિયાર માતાની વાવમા પાણી ભરાઈ જતા તેના પાણી ઉલેચવા પંપની મદદ લેવી પડી હતી.આજે શહેરમાં સરેરાશ ત્રણ કલાકમાં સરેરાશ ચાર ઈંચ વરસાદ વરસવા પામતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન એકશન પ્લાન સદંતર નિષ્ફળ પુરવાર થવા પામ્યો હતો.શહેરમાં મોસમનો સરેરાશ વરસાદ ૩૦૩.૭૦ મીલીમીટર થવા પામ્યો છે.

અમદાવાદ શહેરમાં સોમવારના વિરામ બાદ આજે સવારથી બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રેશરને લઈને શહેરના અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ સહીત ભારે વરસાદ તૂટી પડતા શહેરના એસ.જી.હાઈવે, મણીનગર સહીતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મીઠાખળી અંડરપાસને બંધ કરવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી.આજે સવારે શહેરમાં ખાબકેલા વીજ કડાકા સાથેના વરસાદને લઈને શહેરના શીલજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસ ખાતે એક મહિલા કપડા સુકવવા જતી હતી તે સમયે વીજળી પડતા તેને એક પુરૂષ દ્વારા બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ બંનેના મોત થવા પામ્યા છે.જા કે આ બે મોતની પુષ્ટિ ખુબ લાંબા સમય બાદ કરવામાં આવી હતી.

શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને શહેરના મીઠાખળી,વેજલપુર,નિકોલ, સહીતના અનેક વિસ્તારોમાં વરસાદના પાણીની સાથે ગટરના પાણી પણ લોકોના ઘરોમાં ધુસી જતા અનેક વિસ્તારોમાં આવેલી કેચપીટોને ખોલીને પાણીનો નિકાલ કરવાની તંત્રને ફરજ પડી હતી.આ સાથે જ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે કે નગર ચાર રસ્તાથી વાઘેશ્વરી સોસાયટી જતા રસ્તા ઉપર એક વૃક્ષ નીચે રહેલી કાર ઉપર પડતા કારને નુકસાન થવા પામ્યુ હતુ.આ ઉપરાંત શહેરના જજીસ બંગલા રોડ પાસે આવેલા સત્યાગ્રહ છાવણી રોડ અને મણીનગર વિસ્તારમાં પણ એક-એક વૃક્ષ ધરાશયી બનવા પામ્યુ હતુ.

આજે સવારથી જ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો હતો તેને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના શાસનાધિકારી દ્વારા મ્યુનિસિપલ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.આ સાથે જ શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ આવેલી ખાનગી શાળાઓ અને કોલેજામાં પાણી ભરાઈ જવાના કારણે રજા જાહેર કરી દેવાની ફરજ પડી હતી.શહેરમાં ભારે વરસાદને પરિણામે તેમજ ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને શહેરમાં આવેલા વાસણા બેરેજના ચાર જેટલા દરવાજા અઢી ફુટ જેટલા ખોલવાની તંત્રને ફરજ પડી હતી.

શહેરમાં આજે ભારે વરસાદને પગલે ખોખરા, બાપુનગર, વ†ાલ, હાટકેશ્વર ઉપરાંત નરોડા, મીઠાખળી, એરપોર્ટ, શાહીબાગ, સતાધાર, બોડકદેવ, બોપલ, એસ.જી.હાઈવે, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, ઈસનપુર સહિતના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકોના વાહનો રસ્તામાં ભરાયયેલા પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો રસ્તામાં ભર વરસાદમાં અટવાઈ પડયા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલો પ્રિ-મોન્સુન એકશન પ્લાન સદંતર નિષ્ફળ નિવડયો હોવાનું

આજે સરેરાશ ચાર ઈંચ જેટલા વરસાદમાં સાફ જાવા મળ્યુ હતુ.આજના વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયેલું જાવા મળ્યુ હતુ.બપોર બાદ ઉઘાડ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.શહેરમાં આજે સૌથી વધુ વરસાદ પાલડી વિસ્તારમાં ટાગોર હોલ પાસે ૧૦૩.૫૦ મીલીમીટર થવા પામ્યો હતો.૪૮.૨૪ મીલીમીટર વરસાદ સાથે મોસમનો સરેરાશ વરસાદ ૩૦૩.૭૦ મીલીમીટર ઉપર પહોંચવા પામ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope