પહેલી જુલાઈથી જીએસટી અમલી થશે : દવા સહિત ઘણી ચીજા સસ્તી

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પહેલી જુલાઇના દિવસથી અમલી બની ગયા બાદ સમગ્ર દેશ અલગ રીતે નજરે પડશે. સ્વતંત્રતા બાદ દેશમાં સૌથી મોટા સુધારા તરીકે જીએસટીને ગણવામાં આવે છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પણ પડનાર છે. જીએસટી હાલમાં પેદાશો અને સર્વિસ પર હાલમાં લાગુ થયેલા મોટી સંખ્યામાં કેન્દ્ર અને રાજ્યોના કરવેરા, જેમાં વેલ્યુ એડેડ ટેક્સ અને કેન્દ્રિય વેચાણ વેરા સામેલ છે તેની જગ્યા લેશે.

આશા કરવામાં આવી રહી છે કે જીએસટી વ્યવસ્થા અમલી બની ગયા બાદ સમગ્ર દેશ એક સિંગલ કોમન માર્કેટમાં ફેરવાઇ જશે. આના કારણે રાજ્યોની સરહદની આપપારા કારોબાર ખુબ સરળ બની જશે. પેદાશો અને સર્વિસ વધારે સરળ બની જશે. અર્થશા†ીઓ તો માની રહ્યા છે કે જીએસટી વ્યવસ્થા અમલી બની ગયા બાદ દેશના જીડીપીમાં ૧.૫ ટકાથી લઇને બે ટકા સુધીનો સુધારો થઇ જશે. હાલમાં સર્વિસ ટેક્સથી મુક્ત તબીબી અને શિક્ષણ જેવી સેવાને જીએસટીની હદથી બહાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવી જ રીતે ખાદ્યાન ચીજવસ્તુઓ, શાકભાજી, દુધ અને અન્ય કેટલીક વસ્તુઓ પર જીએસટી લાગુ થનાર નથી.

કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે જીએસટીનો મુખ્ય હેતુ મોંઘવારી પર કાબુ મેળવી લેવાનો છે. મધ્યમથી લઇને ટોન્ગ ટર્મ સુધઘી મોટા ભાગે તમામ પેદાશો અને સર્વિસની કિંમતો ઓછી થઇ જશે. અન્ય નિષ્ણાંતો કહી રહ્યા છે કે જીએસટી બિલકુલ સરળ અને સ્પષ્ટ છે. આનો હેતુ ટેક્સ ભરવાની બાબતને ફરજિયાત કરવાની ખાતરી કરવાનો પણ છે. કરવેરાના બિનજરૂરી બોજને ઘટાડીને ગ્રાહકોને સીધો લાભ આપશે. કેટલીક ચીજ વસ્તુઓ પર તેની સીધી અસર થનાર છ. ૭૫ લાખથી ઓછા વાર્ષિક ટર્ન ઓવર ધરાવનાર રેસ્ટોરન્ટ પર પાંચ ટકા જીએસટી લાગુ થશે. આનો મતલબ એ થયો કે અહીં ભોજન કરવાની બાબત પહેલા કરતા સસ્તામાં પતશે.

જ્યારે બીજી બાજુ એરકન્ડીશન વગરના રેસ્ટોરેન્ટમાં ભોજન ખર્ચાળ રહેશે. કારણ કે તેમાં છ ટકા વેટ લાગૂ થતો હતો હવે ૧૨ ટકા જીએસટી લાગૂ થશે. જ્યાં સુધી એસી વાળા રેસ્ટોરેન્ટની વાત છે અહીં પણ ભોજન ખર્ચાળ સાબિત થશે. કારણ કે ૧૮ ટકા જીએસટી લાગૂ થશે. ટેલિફોન બિલ વર્તમાન ૧૫ ટકાના બદલે ૧૮ ટકા જીએસટી લાગૂ થશે જેથી ટેલિફોન બિલ વધી જશે. બ્યુટીપાર્લર જવાની બાબત ખર્ચાળ રહેશે. ટુ વ્હીલર સસ્તા થશે પરંતુ વધારે ફરક પડશે નહીં.

હાલમાં બાઇક અને સ્કૂટર પર વેટ અને એક્સાઇઝ ડ્યુટી મળીને કુલ ખર્ચ પૈકી ૩૦ ટકા પડે છે જ્યારે જીએસટીનો આ દર ૨૮ ટકા રહેશે. જ્યા સુધી નાની કારની વાત છે નાની કારો સસ્તી થશે. કારણ કે આના પર ૨૯ ટકા જીએસટી લાગૂ થશે જ્યારે હાલમાં ૪૦ ટકા ટેક્સ લાગે છે. લકઝરી કારની કિંમતો પણ ઘટશે કારણ કે જીએસટીમાં વધુને વધુ ૪૩ ટકા ટેક્સ લાગૂ થશે જ્યારે હાલમાં ૪૬ ટકા ટેક્સ આપવાની જરૂર પડે છે. સ્માર્ટ ફોનમાં ૧.૫ ટકા ટેક્સ ઓછા ચુકવવાની જરૂર પડશે. એટલે કે સ્માર્ટ ફોન સસ્તા થશે.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની ચીજવસ્તુઓ પર કોઇ રાહત મળનાર નથી. એક હજાર રૂપિયા સુધીની કિંમતના વ†ો પર ટેક્સમાં કોઇ ફેરફાર થશે નહીં તેના પર વર્તમાન પાંચ ટકાના દરે ટેક્સ લાગૂ રહેશે. સિનેમા, થિએટરો, કેબલ અને ડીટીએચ સર્વિસ સસ્તી થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. દવાઓની કિેંમત પણ ઘટશે કારણ કે ૧૪ ટકાના ટેક્સની સામે આ ટેક્સ ૧૨ ટકા થશે. પહેલી જુલાઈથી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસીની ટીકીટ મોંઘી થશે. ઉપનગરીય રેલ સેવાઓમાં ફર્સ્ટ ક્લાસ ટિકિટમાં પણ ખર્ચ વધી જશે. બેંકિંગ સેવાઓ મોંઘી થશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope