ગુલબર્ગ પ્રકરણ : દોષિતોને સજા અંગેની આજે જાહેરાત

અમદાવાદની ખાસ અદાલત હવે ગુજરાત સહિત દેશભરને હચમચાવી મુકનાર ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં અપરાધી જાહેર થયેલા ૨૪ શખ્સોને સજા અંગેની જાહેરાત આવતીકાલે કરનાર છે. સતત બે વખત સુનાવણીના દિવસે સજાની જાહેરાત કરવામાં ન હતી. ૧૦મી જુનના દિવસે સેશન કોર્ટમાં સજાને લઇને દલીલો ઉપર સુનાવણી પરિપૂર્ણ કરી લેવામાં આવી હતી.જેથી હવે સજાની જાહેરાત આવતીકાલે થઇ જાય તેમ માનવામાં આવે છે. અગાઉ તમામ અપરાધીઓને છટ્ઠી જુનના દિવસે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દલીલો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે એ દિવસે ફેંસલો આવ્યો ન હતો.

સમગ્ર દેશને હચમચાવી મુકનાર ગુલબર્ગ હત્યાકાંડ મામલે બીજી જૂનના દિવસે અમદાવાદની ખાસ અદાલતે મામલામાં લાંબા ગાળા બાદ ચુકાદો આપતા ૬૬ આરોપીઓ પૈકી ૨૪ને અપરાધી ઠેરવ્યા હતા અને ૩૬ને નિર્દોષ છોડી મુક્યા હતા. જે આરોપીઓને અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા તેમાં વિહિપના નેતા અતુલ વૈધ્યનો સમાવેશ થાય છે. ચકચારી આ કેસમાં ટ્રાયલ સાત વર્ષ સુધી ચાલી હતી. સઘન સુરક્ષા વચ્ચે ખાસ જજ પીબી દેસાઇ દ્વારા બીજી જુનના દિવસે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૫માં ખાસ અદાલતે ટ્રાયલ પૂર્ણ કરી હતી. આ હત્યાકાંડમાં અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૯ લોકોના મોત થયા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો સમાવેશ થાય છે. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ સર્જાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દેવાની ઘટનાના એક દિવસ બાદ એટલે કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ થયો હતો જેમાં ૬૬ આરોપીઓ હતા.

૩૦૦થી પણ વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવી હતી. ૨૦૦૯માં ટ્રાયલની શરૃઆત થઇ હતી. જે સાત વર્ષ સુધી ચાલી હતી. ટ્રાયલના ગાળા દરમિયાન ચાર આરોપીઓના મોત થયા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસારવા બેઠક પરથી જીતી ગયેલા ભાજપના વર્તમાન કોર્પોરેટર બીપીન પટેલ પણ આરોપી પૈકીના એક હતા. તપાસ વેળા સીટ દ્વારા એવી દલીલ કરાઈ હતી કે, ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ૨૦૦૦૦થી ૨૨૦૦૦ જેટલા ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં હુમલો કર્યો હતો અને આ સોસાયટીને આગ ચાંપી દીધી હતી જેમાં ૬૯ લોકો ભડથુ થઇ ગયા હતા.૩૯ મૃતદેહ ઘટનાસ્થળથી મળ્યા હતા અને કેટલાક લોકો લાપતા હતા. આ તમામને મોડેથી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓની સીધીરીતે સાક્ષી તરીકે બનાવ્યા હતા.

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરી દ્વારા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કેસ દાખલ કર્યો હતો જેમાં રમખાણોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સીટ દ્વારા તપાસ કરાઈ હતી. અંતે સીટે નરેન્દ્ર મોદીને ૨૦૧૨માં ક્લીનચીટ આપી હતી. જ્યારે સીટના અહેવાલને વર્ષ ૨૦૧૪માં મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય ઠેરાવવામાં આવ્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope