ગુજરાતભરના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરાઈ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે. રાજયના ૨૫ તાલુકાઓમાં મોસમનો પહેલો વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત જિલ્લાના ઓલપાડમાં ૭૨ મી.મી એટલે કે ૩ ઈંચ જેટલો અને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીમાં ૫૨ મી.મી એટલે કે બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૩-૬-૨૦૧૬ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યના હિંમતનગર, પ્રાંતિજ, વિજયનગર, માલપુર, મોડાસા, નડિયાદ, દાહોદ, વિસાવદર, ધારી, વલ્લભીપુર કામરેજ, ઉમરપાડા અને માણસા મળી કુલ ૧૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ જ્યારે હારીજ, સિદ્વપુર, અમરગઢ, ધંધુકા, માળીયા મીયાણા, જેસર, રાણાવાવ, ભરૃચ અને વાગરા મળી ૯ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે આંશિક વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહ્યો હતો. આગામી દિવસોમાં વરસાદ વધુ રંગ જમાવે તેમ માનવામાં આવે છે. અમદાવાદમાં પારો ૩૮.૨ અને લઘુત્તમ તાપમાન ૨૮.૪ ડિગ્રી રહ્યું હતું. પાટનગર ગાંધીનગરમાં ૩૮.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, વરસાદી માહોલની સ્થિતિમાં તાપમાનમાં ઘટાડો રહી શકે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope