અમદાવાદના અનેક ભાગોમાં વરસાદી છાંટા : પારો ૪૧.૫

અમદાવાદ શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. અમદાવાદના જે વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે તેમાં બાપુનગર, પાલડી, મણિનગર અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. મોડી સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો અને વાતાવરણમાં પણ પ્રમાણમાં ઠંડક રહી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસથી વહેલી સવારે વરસાદી વાદળા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં હવે મોનસુનની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. વરસાદની એન્ટ્રી હવે થવાની તૈયારીમાં છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૯.૪ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. ભાવનગરમાં પારો ૪૧.૬ ડિગ્રી સુધી રહ્યો હતો. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલની સ્થિતિ સર્જાયેલી છે. અમદાવાદમાં આવતીકાલે આંશિક વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. નિચલી સપાટી ઉપર દક્ષિણ પશ્ચિમ પવનો હાલમાં ફુંકાઈ રહ્યા છે.

ગુજરાતમાં આ મહિનાના ચોથા સપ્તાહ સુધી મોનસુનની એન્ટ્રી થઇ શકે છે. મુંબઈ અને અમદાવાદમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. કેરળ અને દેશના અન્ય ભાગોમાં મોનસુનની પ્રગતિ ઝડપથી થઇ રહી છે. જેના લીધે તાપમાન વધે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. સવારમાં વરસાદી વાદળા જોવા મળી રહ્યા છે. લોકોની ઉત્સુકતાનો હજુ અંત આવ્યો નથી. ગરમીથી ચોક્કસપણે રાહત થઇ છે. કારણ કે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. થોડાક દિવસ પહેલા જ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૮થી ઉપર પહોંચ્યો હતો અને ગરમીના રેકોર્ડ સર્જાયા હતા. છેલ્લા તમામ વર્ષોની સૌથી વધારે ગરમીનો અનુભવ હાલના દિવસોમાં લોકોએ કર્યો હતો પરંતુ હવે રાહત થઇ ચુકી છે. અમદાવાદમાં હજુ પણ લોકોને રાહત આપવા માટે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાઓએ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના લીધે લોકો રાહત મેળવી રહ્યા છે.

અમદાવાદમાં આજે વાદળછાયુ વાતાવરણ હોવા છતાં બપોરના ગાળામાં લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કરવો પડ્યો હતો.  કેરળમાં મોનસુની વરસાદની શરૃઆત થઇ ચુકી છે અને આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. આ માહોલ યથાવત રહી શકે છે. મોનસુન ધીમે ધીમે દેશભરમાં સક્રિય થવાની દિશામાં છે. હાલમાં તાપમાનમાં સતત ફેરફારના લીધે લોકોને વધારે સાવધાન રહેવાની જરૃર છે. ખાસ કરીને મોનસુન પહેલા સાવચેતી બાળકો માટે જરૃરી બની ગઇ છે. એક્શન પ્લાન પણ પહેલાથી જ અમલી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope