૩૦ સપ્ટેમ્બર સુધી બિનહિસાબી સંપત્તિ જાહેર કરવા લોકોને સૂચન

નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મનકી બાત કાર્યક્રમમાં બિન હિસાબી આવક ધરાવનાર લોકોને કઠોર ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જે લોકોની પાસે આપ્રકારની સંપત્તિ છે તેમના માટે ભારત સરકારે એક તક આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં જે લોકો આ પ્રકારની સંપત્તિની જાહેરાત કરશે તેમની સામે કોઇ પગલા લેવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, ૩૦મી સપ્ટેમ્બર આના માટે છેલ્લી તક છે ત્યારબાદ તેમની કોઇપણ મદદ કરી શકશે નહીં. મોદીએ કહ્યું હતું કે, રેવન્યુ વિભાગને સાફ સાફ શબ્દોમાં કહેવામાં આવી ચુક્યું છે કે, નાગરિકોને ચોર તરીકે ગણવા જોઇએ નહીં. નાગરિકો પર વિશ્વાસ કરવાની જરૃર છે. જો તેઓ નિયમો સાથે જોડાવવાની ઇચ્છા રાખે છે તો તેમને પ્રોત્સાહન આપીને સાથે જોડી દેવાની જરૃર છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, જે લોકો સ્વૈચ્છિક રીતે બિનહિસાબી આવક જાહેર કરવા માંગે છે તેમની સામે સરકાર કોઇપણ પ્રકારની તપાસ કરશે નહીં.

પારદર્શક વ્યવસ્થાનો હિસ્સો બનવા મોદીએ તમામ લોકોને અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ૩૦મી સપ્ટેમ્બર સુધી બિનહિસાબી આવકને જાહેર કરવા માટે એક ખાસ યોજના મુકી દેવામાં આવી છે. ટેક્સ ચોરી કરનાર લોકો સામે લાલઆંખ કરતા મોદીએ કહ્યું હતું કે, કરોડો રૃપિયાના બંગલાઓ જોઇને આશ્ચર્ય થાય છે કે, સવા સો કરોડની વસતીમાં માત્ર દોઢ લાખ લોકો જ એવા છે જેમની ટેક્સેબલ આવક ૫૦ લાખથી વધારે છે.કેટલીક ગેરરીતિ દેખાઈ રહી છે. આને બદલી દેવાની જરૃર છે. લોકોને પ્રોત્સાહન આપવા માટે એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, સ્માર્ટસિટી કાર્યક્રમની શરૃઆત કરવામાં આવી ચુકી છે. ચંદ્રકાંત દામોદર કુલકર્ણી અને તેમના પરિવારનો ઉલ્લેખ મોદીએ કર્યો હતો અને કહ્યું હતું કે, ચંદ્રકાંતને ૧૬૦૦૦ રૃપિયા પેન્શન મળે છે. તેઓ દર મહિને પાંચ હજાર રૃપિયા સ્વચ્છતા અભિયાન માટે આપવા માંગે છે. તેઓ બાવન પોસ્ટ ડેટેડ ચેક મોકલી ચુક્યા છે. ૧૬૦૦૦ની પેન્શન લેનાર વ્યક્તિ બે લાખ ૬૦ હજાર ચેક એડવાન્સમાં આપે છે તે દેશના લોકોને ગર્વ લેવા જેવી બાબત છે. બોધપાઠ લેવા જેવી પણ બાબત છે.

મોદીએ ઇમરજન્સીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગૂ કરી હતી. પોતાના મન કી બાત કાર્યક્રમની ટિકા કરનાર લોકોની ઝાટકણી કાઢતા મોદીએ કહ્યું હતું કે, મન કી બાત કાર્યક્રમની મજાક કરવામાં આવે છે પરંતુ લોકશાહીની તાકાતના કારણે આ બાબત શક્ય બની જાય છે. કોઇ એવો સમય હતો જ્યારે જનતાના અવાજને દબાવી દેવામાં આવતો હતો. મોનસુનનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહથી વરસાદને લઇને હકારાત્મક સમાચાર મળી રહ્યા છે. વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે, આ વખતે સારો વરસાદ થશે. વૈજ્ઞાનિકો પણ ખેડૂતોની જેમ મહેનત કરી રહ્યા છે. દેશને નવી ઉંચાઈ ઉપર લઇ જવા સફળતાઓ મેળવી રહ્યા છે. ૨૦ સેટેલાઇટ લોન્ચ કરવાની બાબતની પણ મોદીએ વાત કરી હતી. એરફોર્સમાં સામેલ થયેલી ત્રણ મહિલા પાયલોટોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમને આગળ લઇ જવાની વાત કરી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope