પેઇનકિલર્સ બ્લડ કેન્સરને આમંત્રણ આપી શકે : પેઈનકિલર્સ હાર્ટ એટેકના દર્દીઓને નુકશાન કરે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

લંડન, તા.૧૨

અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં એવુ જાણવા મળ્યુ છે કે પેઈનકિલર્સ હાર્ટ એટેકના દર્દીઓને નુકશાન પહાચાડી શકે છે.  અગાઊ હાર્ટ એટેકનો સામનો કરી ચુકેલા લોકો માટે ટૂંકા ગાળામાં પણ પેઇનકિલર્સનો ઊપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે. હાર્ટ એટેક સાથે સંકળાયેલા દર્દીઓને આવરીલઇને હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવે છે. અભ્યાસ મુજબ ઘણીબધી પેઈનકિલરનો ઊપયોગ કરનાર લોકોને ઘણીબધી તબીબી સમસ્યાનો સામનો કરવો પડે છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ૮૩૬૯૭ હાર્ટએટેકથી બચી ગયેલા દર્દીઓને પેઇનકિલર્સના કારણે નુકશાન થયુ છે. બજારમાં તાજેતરના સમયમાં કોઇ પણ તકલીફ અથવા તો પીડાને દૂર કરવા માટે ઘણીબધી પેઇનકિલરો આવી ચુકી છે. આ દવાઓનો વ્યાપક ઊપયોગ પણ વધ્યો છે. પરંતુ પેઇન કિલરો હમેશા ખતરનાક રહી હોવાનો દાવો અભ્યાસમાં થઇ ચુકયો છે. અમેરિકામાં ટાઇનેલોન તરીકે સૌથી વધુ વેચાતી પેઈનકિલરના વારંવાર ઊપયોગ કરનાર લોકોને ઘણી તકલીફ રહી છે. યુરોપમાં પેરાસિટામોલ તરીકે પેઇનકિલર દવા ધૂમ મચાવી ચુકી છે. પરંતુ આ પ્રકારની દવાઓ બ્લડ કેન્સર જેવી તકલીફને વધારે છે. અભ્યાસના તારણો પ્રાથમિક હોવા છતાં ખુબજ ખતરનાક છે. તબીબોની સલાહ વગર આ પ્રકારની દવા જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

તાજેતરના સમયમાં પેઇનકિલર્સનો બજારમાં ભરાવો   પેરાસિટામોલ જેવી પોઈનકિલર્સ દવા પણ જોખમી છે

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope