ખૂબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગિફ્ટી સિટીનું પ્રથમ સ્વપ્ન આખરે સાકાર

મુખ્યમંત્રીના હસ્તે ૨૯ માળના ગીફ્ટ-વન ટાવરનું લોકાર્પણ

ગિફ્ટી સિટી પ્રોજેક્ટ વિશ્વને ઉત્તમ નાણાંકીય સેવા માટે ગુજરાતની શાનની આગવી અનુભૂતિ કરાવશે : નવા શહેરોના નિર્માણ માટે રોલ મોડલ બનશે 

­(સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૧૦

ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગિફ્ટ સિટીનું પ્રથમ સ્વપ્ન આજે સાકાર થયુ હતુ. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં આકાર લઈ રહેલા ગીફ્ટ સિટીના ૨૯ માળના ગુજરાતના સૌથી ઊંચા ટાવર ગીફ્ટ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ગિફ્ટી સિટી વૈશ્વિક ફાઈનાન્સિયલ હબ તરીકે ગુજરાતને સ્થાન અપાવશે. ગીફ્ટ વન ટાવર આઠ લાખ ચોરસફીટ વિસ્તારમાં ૧૨૨ મીટર ઉંચાઈનો છે. જ્યારે અત્યંત આધુનિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી નવનિર્મિત ગીફ્ટ ટુ-ટાવર પૂર્ણતાને આરે છે. જેનું આગામી બે મહીનામાં ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બંને ગીફ્ટ ટાવર બનાવવા માટે રૃપિયા ૧૦૦૦ કરોડનો ખર્ચ નિર્ધારીત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ પોતાના વ્યકતવ્યમાં જણાવ્યું હતું કે, ગીફ્ટ સિટી પ્રોજેક્ટ વિશ્વને ઉત્તમ નાણાકીય સેવાઓ માટે ગુજરાતની શાનની આગવી અનુભુતિ કરાવશે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી, નવા આધુનિક શહેરોના નિર્માણ માટે રોલ મોડલ બનશે. પ્રતિપળ દુનિયા સાથે નાણાકીય સેવાઓ ધળકળી રાખવાનો આ સેતુ ગુજરાતની રગમાં છલકાતા વાણીજ્ય કૌશલ્યની નવી શાન ઊભી કરશે. સાથે-સાથે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ગીફ્ટ સિટી સાથે યુવા-માનસ માટે હાઈટેક ફાઈનાન્સ સર્વિસીઝનું એક વિશાળ ક્ષેત્ર ખુલી જશે. ગુજરાતીઓની નસોમાં ફાઈનાન્સ અને ગુજરાતની આંગળીઓમાં એકાઉન્ટીંગ છે. આ વિરાસતની પરંપરાને મોર્ડન ટેકનોલોજી સાથે જોડીને ગુજરાતે એક નવા જ વૈશ્વિક સેવા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે.આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ-ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી એક વાઈબ્રન્ટ એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન સિટી બનશે એનો સર્વાંગ સંપૂર્ણ આધુનિક નગરનો સાબરમતી તટે વિકાસ થશે અને ગુજરાતની નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલી તમામ સંગઠન-સંસ્થાઓને ગિફ્ટ દ્વારા દુનિયાના નાણાકીય સેવાઓના પરિણામો સાથે જોડવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે, ભારતની નાણાકીય સેવાઓ માટે હાઈટેક સિક્યોરિટીને આવરી લઈને ગુજરાતે નાણાકીય વિશ્વમાં પોતાનું સ્થાન અંકિત કર્યું છે. ભારતના યુવાનોની ટેલેન્ટની વિશ્વકક્ષાએ નવી શક્તિ ઉભરશે. ગુજરાતના વિકાસની ભવ્ય ઊંચી ઉડાનનું આ ગીફ્ટ ટાવર પ્રતિક છે અને વિશ્વના નાણાં-અર્થકારણના ક્ષેત્રમાં ગુજરાતની ગીફ્ટ સિટી સિમાચિન્હ બનશે. ગિફ્ટ સિટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય સચિવશ્રી સુધીર માંકડે ગિફ્ટ સિટી પ્રોજેક્ટની વિશેષતાઓ વિશે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાતને વૈશ્વિક પ્રતિષ્ઠાની ઊંચાઈએ પહોંચાડનારો આ પ્રોજેક્ટ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ મળી લાખો યુવાનોને રોજગાર અવસર પૂરા પાડશે. સ્ટેટ ઓફ ધ આર્ટ બની રહેનારો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને ખાનગી સંચાલકો વચ્ચે પીપીપી ધોરણે આકાર લઈ દેશની વર્તમાન સમયાનુકુલ જરૃરિયાતો માટેનું એક ફાઈનાન્સીયલ એક્ટીવીટી હબ બની રહે તેવી આધુનિક સુવિધાઓથી સજજ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

 

‘ગિફ્ટ સિટી’ નોટીફાઈડ એરિયા તરીકે જાહેર થયો

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટીના ચેરમેન સુધીરભાઈ માંકડે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગિફ્ટ સિટીને નોટીફાઈડ એરિયા જાહેર કરીને આ સમગ્ર સિટીનું કામકાજ અને તમામ નિતી-નિયમો સરળ બનાવી દીધા છે. આવનારા દિવસોમાં ગિફ્ટ સિટીમાં સંચાલન માટે પણ લોકલ ઓથોરિટી હશે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતમાં મોટાભાગની વસ્તી શહેરોમાં રહેતી હશે, જ્યારે ગુજરાતમાં આવી સંભાવના વર્ષ-૨૦૩૦ સુધીમાં દેખાઈ રહી છે. શહેરીકરણની પ્રક્રિયાને ધ્યાને રાખતાં આવનારા દિવસોમાં આવા ૧૦૦ શહેરોનું નિર્માણ કરવું પડશે. ગિફ્ટ સિટી પ્રોજેક્ટને લંડનના વર્લ્ડ સાયન્સ ગ્રુપે પણ બેસ્ટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એન્ડ એક્સપાન્સન પ્રોજેક્ટ કેટેગરીમાં એવોર્ડ આપ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope