આઈપેડ અને આઈફોન બનાવનાર

એપલની ટેકનોલોજી કંપની સેમસંગ ઉપર વધુ એક જીત

(સંપૂર્ણ સમાચાર સેવા)

ન્યૂયોર્ક,તા.૧૩

આઈપેડ અને આઈફોન બનાવનાર મહાકાય કંપની એપલને ટેકનોલોજી કંપની સેમસંગની સામે વધુ મોટી એક જીત હાંસલ થઈ છે. ઓસ્ટ્રેલિયાની એક અદાલતે સેમસંગ અને એપલ વચ્ચે પેટન્ટ વિવાદને લઈને દેશમાં સેમસંગના નવા કમ્પ્યુટર ટેબલેટનાં વેચાણ પર આખરે પ્રતિબંધ મૂકી દીધો છે. એપલે દાવો કર્યો છે કે સેમસંગે એપલનાં આઈપેડની ટચસ્ક્રીન ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો હતો. સેમસંગના ટેબલેટ કમ્પ્યુટર ગેેલેક્સી ટેબ-૧૦.૧ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન કોર્ટના જજનું કહેવું છે કે સેમસંગના ગેલેક્સી ટેબલેટ ૧૦.૧ એપલનાં આઈપેડ જેવા જ છે, બંનેમાં અંતર નથી. ખાસ કરીને ટચસ્ક્રીન ટેકનોલોજીના મામલામાં સમાન છે. એમ માનવામાં આવે છે કે, આ પ્રતિબંધના કારણે સેમસંગને ક્રિસમસ પહેલાં મોટું નુકસાન થઈ શકે છે. સેમસંગ ગેલેક્સી પર પહેલાંથીજ જર્મનીમાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી ચૂક્યો છે. અમેરિકા, દક્ષિણ કોરિયા અને હોલેન્ડમાં પણ સેમસંગને વૈધાનિક તરીકાથી પડકાર ફેંકવામાં આવી ચૂક્યો છે. એપલ અને સેમસંગ વચ્ચે ૯ દેશોમાં સ્માર્ટ ફોન અને ટેબલેટ કમ્પ્યુટરને લઈને કાનૂની જંગ છેડાયેલો છે. બંને એકબીજા પર પેટન્ટનો ભંગ કરવાનો આક્ષેપ કરી રહ્યા છે.

એપલે અગાઉ પણ ઘણી કંપનીઓ પર આક્ષેપ કર્યો છે કે આ કંપનીઓ તેની ટેકનોલોજીની ચોરી કરી રહી છે. એપલ અને સેમસંગ વચ્ચે એપ્રિલ મહિનાથી ટેકનોલોજીને લઈને વિશ્વ સ્તરે પેટન્ટ યુદ્ધ ચાલી રહ્યું છે.

પેટન્ટ ચોરી કરવાને લઈને ઓસ્ટ્રેલિયન કોર્ટે સેમસંગના ગેલેક્સી ટેબ.૧૦.૧ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope