પાંચય ફિલ્મો જુદા જુદા ફલેવરવાળી છે

અજાન સહિત બોક્સ ઓફિસ ઉપર પાંચ ફિલ્મ રિલિઝ થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઈ,તા.૧૩

દિવાળી ઉપર કિંગખાન શાહરૂખની રા-વન રિલિઝ થવા જઈ રહી છે તેથી મોટાભાગનાં નિર્માતા-નિર્દેશકો તેમની ફિલ્મોને પહેલાંથી જ રજૂ કરી દેવાના મૂડમાં દેખાય રહ્યા છે, આજ કારણસર આવતીકાલે દેશભરમાં બોક્સ ઓફિસ ઉપર પાંચ ફિલ્મો રજૂ થવા જઈ રહી છે. આ પાંચેય ફિલ્મો જુદા જુદા ફલેવરવાળી છે. મુઝસે ફ્રેન્ડશિપ કરોગે, જો ડૂબા સો પાર, લવ ઈન બિહાર, માય ફ્રેન્ડ પિન્ટો અને મોડનો સમાવેશ થાય છે. નવોદિત હીરો સચિન જોશીની અજાન પર નિર્માતાએ ભરપૂર નાણા ખર્ચ કર્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સચિનની જગ્યાએ લોકપ્રિય હીરોને લેવામાં આવ્યો હોત તો ક્રેઝ વધી ગયો હોત. આ ફિલ્મનું શુટિંગ ફ્રાન્સ, જર્મની, હોંગકોંગ, પોલેન્ડ, સાઉથઆફ્રિકા અને થાઈલેન્ડમાં કરવામાં આવ્યું છે. કોસ્ચ્યુમ ઉપર જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મનાં એક્શન દૃશ્યો હોલિવુડના ટોચના સ્ટંટ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. ફિલ્મમાં દિલીપ તાહિર, આર્ય બબ્બર અને રવિ કિશન સામેલ છે. આશરે ૬૫ કરોડના બજેટથી બનેલી આ ફિલ્મ દિલ્હી અને યુપીમાં ૧૪૦ સ્ક્રીનમાં રજૂ થશે. આદિત્ય ચોપડાની યુથ બેનરની ત્રીજી ફિલ્મ મુઝસે ફ્રેન્ડશિપ કરોગે પણ રજૂ થઈ રહી છે. શાકીબ સલીમ અને સબા આઝાદની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ આશરે ૬૫ મલ્ટીપ્લેક્સમાં રજૂ થઈ રહી છે. અન્ય જુદી જુદી ફિલ્મોને મળીને કુલ પાંચ ફિલ્મ આવતીકાલે દેશભરમાં રજૂ થવા જઈ રહી છે. ઈકબાલ ફ્રેઈમ નાગેશ કુકનુરની ફિલ્મ મોડનો તમામ ચાહકોને ઈતંજાર છે. આ ફિલ્મમાં આયેશા ટાકિયા મુખ્ય ભૂમિકામાં છે.

સચિન જોશીની ‘અજાન’ ફિલ્મ ૬૫ કરોડનાં બજેટથી તૈયાર થઈ છે : રા-વન પહેલાં મોટાભાગની ફિલ્મો રજૂ

કઈ પાંચ ફિલ્મો રિલિઝ

(સંપૂર્ણ સમાચાર સેવા)                                            મુંબઈ,તા.૧૩

૧. અજાન (દિગ્દર્શક પ્રશાંત ચઢ્ઢા)

૨. મુઝસે ફ્રેન્ડશિપ કરોગે (દિગ્દર્શક નુપુર અસ્થાના)

૩. માય ફ્રેન્ડ પિન્ટો (દિગ્દર્શક રાઘવ ડાર)

૪. મોડ (દિગ્દર્શક નાગેશ કુકનુર)

૫. જો ડુબા સો પાર (દિગ્દર્શક પ્રવિણ કુમાર)

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope