ઈસાઈ મહિલાએ આરક્ષણનો લાભ લેવા હિંદુ ધર્મ અંગીકાર કર્યો
પ્રમાણપત્ર મેળવવા હિન્દુ ધર્મ અપનાવીને અનુસૂચિત જાતિમાં જોડાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોઈ પણ વિશ્વાસ વિના ધર્માંતરણ કરે છે તો તે અનામતની નીતિની સામાજિક ભાવનાની વિરુદ્ધ હશે. સુપ્રીમ કોર્ટે આ ર્નિણય સંભળાવ્યો. કોર્ટે ઈસાઈ મહિલાને અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરતા મદ્રાસ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. મહિલાએ પુડુચેરીમાં ઉચ્ચ વિભાગની કારકુની પોસ્ટમાં નોકરી મેળવવાના હેતુથી આ પ્રમાણપત્ર માંગ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે હિન્દુ ધર્મ અપનાવીને અનુસૂચિત જાતિમાં જોડાઈ ગઈ છે.
જસ્ટિસ પંકજ મિથલ અને આર મહાદેવનની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું, “આ કેસમાં રજૂ કરાયેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે અપીલકર્તા ઈસાઈ ધર્મ પાળે છે અને નિયમિતપણે ચર્ચમાં જાય છે. આ હોવા છતાં, તે પોતાને હિંદુ ગણાવે છે અને નોકરી માટે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની જરૂર છે.” આ દાવો અસ્વીકાર્ય છે અને બાપ્તિસ્મા લીધા પછી તે પોતાને હિન્દુ તરીકે ઓળખી શકતી નથી.”
કોર્ટે વધુમાં કહ્યું કે, “તેથી, અનામતના લાભ માટે ઈસાઈ ધર્મને અનુસૂચિત જાતિનો સામાજિક દરજ્જો આપવો એ બંધારણની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે અને તે છેતરપિંડી સમાન હશે.”
કોર્ટે કહ્યું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને દરેક નાગરિકને બંધારણ હેઠળ પોતાનો ધર્મ માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે. જસ્ટિસ મહાદેવને ચુકાદામાં લખ્યું હતું કે, જો ધર્મ પરિવર્તનનો હેતુ અનામતનો લાભ મેળવવાનો હોય અને કોઈ અન્ય ધર્મમાં આસ્થા ન હોય તો તેને સ્વીકારી શકાય નહીં કારણ કે આવી વ્યક્તિઓને અનામતનો લાભ આપવો એ સામાજિક ભાવનાની વિરુદ્ધ છે.”
કેસમાં અપીલકર્તા સી. સેલવરાણીએ મદ્રાસ હાઈકોર્ટના ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ના આદેશને પડકાર્યો હતો. તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે તે હિન્દુ ધર્મ પાળે છે અને વલ્લુવન જાતિની છે, જે અનુસૂચિત જાતિ હેઠળ આવે છે. મહિલાએ દ્રવિડિયન ક્વોટા હેઠળ અનામતનો લાભ મેળવવા માટે હકદાર હોવાનો દાવો કર્યો હતો.
કોર્ટે મહિલા દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને જુબાનીની સમીક્ષા કરી અને જાણવા મળ્યું કે તે જન્મથી જ ઈસાઈ છે. વધુમાં, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો સેલવરાણી અને તેનો પરિવાર ખરેખર હિંદુ ધર્મ અપનાવવા માંગતો હતો, તો તેઓએ કેટલાક નક્કર પગલાં લેવા જોઈએ. જેમ કે સાર્વજનિક રૂપથી ધર્મ પરિવર્તનની જાહેરાત કરવી જોઈતી હતી.
કોર્ટે અપીલકર્તાની એ દલીલને પણ નકારી કાઢી હતી કે તેણી જ્યારે ત્રણ મહિનાથી ઓછી ઉંમરની હતી ત્યારે તેણે બપ્તિસ્મા લીધું હતું. કોર્ટે કહ્યું કે આ દલીલ વિશ્વાસપાત્ર નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો પરિવાર ખરેખર હિંદુ ધર્મ અપનાવવા માંગતો હોય તો તેણે આ અંગે કેટલાક નક્કર પગલાં લેવા જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે બપ્તિસ્મા, લગ્ન અને નિયમિત ચર્ચમાં હાજરીના પુરાવા દર્શાવે છે કે તે હજી પણ ઈસાઈ ધર્મ પાળે છે.