મોરબીમાં રેવન્યુ તલાટી રંગેહાથ લાંચ લેતા ઝડપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબીમાં લાંચ લેતા રેવન્યુ તલાટી ACB ની જાળમાં ફસાયો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદી વકિલ હોવાથી રેવન્યુને લગતુ કામ કરતા હતા.
ફરીયાદીના અસીલના નામનું ખેડુત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારી મોરબીને અરજી કરેલ જે અરજીમાં મોરબીના વોર્ડ નંબર-૩ ના રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડુત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે ફરીયાદી પાસેથી રૂ. ૪૦૦૦/- ની લાંચની માંગણી કરેલ .
જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ મોરબી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદ આધારે છઝ્રમ્એ મોરબી વેજીટેબલ રોડ, સિટી મામલતદાર કચેરી પાસે વજેપર તલાટી મંત્રીની ઓફિસમાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન રેવન્યુ તલાટીફરિયાદી પાસેથી ગેર કાયદેસર લાંચની રકમ રૂ.૪૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ ગયો હતો.