તાંત્રિક પાસે દારૂની લત છોડાવવા ગયેલા ભાઈઓના દવા પીધા બાદ મોત
પરિવારે આ મામલે કોઈ ફરિયાદ નોધાવી નહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના સવાઈ માધોપુરથી અડીને આવેલા ગંગાપુર સિટી જિલ્લામાંથી બે સગા ભાઈઓના સંદિગ્ધ અવસ્થામાં મોત થવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બંને ભાઈ દારૂડિયા હતા.
પરિવારના લોકોએ તેમની દારૂની લત છોડવા માટે એક તાંત્રિક પાસે લઈ ગયા હતા. ત્યાં તેમને દવા ખવડાવવામાં આવી. આ દવા ખાતા જ બંને ભાઈઓને ઉલ્ટી થવા લાગી. બાદમાં બંને ભાઈના તડપી તડપીને મોત થઈ ગયા. પરિવારે આ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દીધી છે.
મળતી જાણકારી અનુસાર, આ મામલો ગંગાપુર સિટીના બામનવાસ વિસ્તારના પિપલાઈ ગામનો છે. ત્યાં આવેલા નાગ દેવતાના મંદિરમાં દારૂ છોડવાની દવા લેવા આવેલા બે યુવકોની સંદિગ્ધ અવસ્થામાં મોત થઈ ગયા છે. તો વળી મંડાવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુર્રા માતાજી નજીક મદારી વસ્તીના કરણ સિંહ અને તેનો મોટો ભાઈ વિજય સિંહને તેમના પરિવારના લોકો દારૂની લત છોડવવા માટે લઈ ગયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને ભાઈઓને ત્યાં એક તાંત્રિક તરફથી દવા ખવડાવવામાં આવી હતી. ત્યાંથી પરત આવતી વખતે બંને ભાઈઓની તબિયત ખરાબ થઈ ગઈ. તેમને ઉલ્ટીઓ થવા લાગી. તેના પર પરિવાર તેમને મંડાવરી હોસ્પિટલ લઈ ગયા. જ્યાં બંને ભાઈઓને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. તેની સૂચના પર બામનવાલ પોલીસ ત્યાં પહોંચી. તેમની લાશને કબજામાં લઈને સીએચસી મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.