આગે જોતજોતાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જેને જોતજોતાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ કાબૂમાં ન આવતાં જામનગર, મોરબી અને ગોંડલથી ફાયરબ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી. આખી રાત પાણીનો મારો ચલાવી સવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી હતી.આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેના લીધે વહેલી સવાર સુધીમાં ૭૦ ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ સંપૂર્ણ આગ ઓલવવામાં બપોર સુધીનો સમય લાગે એવું અનુમાન છે. આગની ઘટનાની જાણ થતાં પોલીસ સહિત ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફે્ક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો પડ્યો હતો જેનાં લીધે આગે ગણતરીના મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ફેક્ટરીનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. મળતી માહિતી અનુસાર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં બપોર સુધીનો સમય લાગી શકે છે. છે.
પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટાપ્રમાણમાં તૈયાર પ્લાસ્ટિક અને રો મટીરીયલ પડયું હતું. જે આગમાં બળીને ખાખ થયું હતું. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ નુકસાનીનો આંક જાણવા મળશે. આગ કયા કારણોસર લાગી હતી તે હજુ જાણવા મળ્યું નથી