ખ્યાતી હોસ્પીટલના કૌભાંડ બાદ કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આયોજનપત્ર સૌપાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પરિવારની જાણ બહાર ૧૯ જેટલા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને બે લોકોની તમામ મૃત્યુ થઈ હતી અને સાત લોકોને ICU માં એડમિટ કરવા પડ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર પ્રકરણમાં જાણવા મળ્યું કે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આયોજનપત્ર સોંપવામાં આવ્યું હતું.
આ મુદ્દે ‘આપ’ સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા સરકાર પાસેથી પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે, તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ.
પાલિકામાં વિપક્ષના દંડક રચનાબેન હિરપરાએ પણ માંગ કરી હતી કે, ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઈલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો, પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા વાઇસ સંપૂર્ણ સુવિધા વાળી ૨૦૦ બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બિમારીનો મફત ઈલાજ થવો જોઈએ. સરકારી યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ.