બચાવ કામગીરીનો વીડિયો જાહેર
બોટ દરિયામાં ડૂબી જતા જેટી પર અટવાયા માછીમારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય કોસ્ટ ગાર્ડે બહાદુરી બતાવીને દરિયાની વચ્ચે ૧૦ લોકોના જીવ બચાવ્યા. કોસ્ટ ગાર્ડે ખરાબ હવામાનની વચ્ચે તમિલનાડુના કુડ્ડલોર ચેમપ્લાસ્ટ જેટીથી દરિયામાં લગભગ ૨ કિમી દૂર ફસાયેલા છ માછીમારો અને ચાર કામદારોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. કોસ્ટ ગાર્ડે આ બચાવ કામગીરીનો વીડિયો પણ જાહેર કર્યો છે.
મળતી માહિતી મુજબ, તમિલનાડુના કુડ્ડલોર ચેમપ્લાસ્ટમાં ૧૦ લોકો ફસાયા હતા. જેમાંથી છ માછીમારો અને ચાર જેટીના કર્મચારીઓ હતા. ખરાબ હવામાનના કારણે આ લોકો ફસાયા હતા. કોસ્ટ ગાર્ડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને આ લોકોના જીવ બચાવ્યા હતા. આ લોકો કુડ્ડલોર જિલ્લાના ચિત્રપેટ્ટાઈ ગામ પાસે એક ખાનગી કંપનીની જેટી પર ફસાયેલા હતા. માછીમારોની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. ત્યારબાદ તેઓ જેટી પર અટવાઈ ગયા હતા. કોસ્ટ ગાર્ડની ટીમે ચેન્નાઈથી એડવાન્સ લાઇટ એટલે કે હેલિકોપ્ટર મોકલ્યું હતું.
બચાવ કામગીરી બાદ તમામ ૧૦ લોકોને ચિત્રપેટ્ટાઈ લઈ જવામાં આવ્યા હતા. છ માછીમારો થાઈકલ થોની થુરાઈ ગામના હતા. તેમની બોટ દરિયામાં ડૂબી ગઈ. જેથી તેઓ જેટી પર અટવાયા હતા. જેટી પર ચાર કર્મચારીઓ પહેલેથી જ હાજર હતા. ખરાબ હવામાનને કારણે બધા ત્યાં અટવાઈ ગયા. તેમને તાત્કાલિક બહાર કાઢવાની જરૂર હતી. તમિલનાડુ પ્રશાસને કોસ્ટ ગાર્ડની મદદ માંગી. કોસ્ટ ગાર્ડે તાત્કાલિક મદદ મોકલી. તમને જણાવી દઈએ કે કોસ્ટ ગાર્ડનું ઈસ્ટર્ન રિજનલ હેડક્વાર્ટર ચેન્નાઈમાં છે. ત્યાંથી છન્ૐ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટરે ચેન્નાઈના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનથી ઉડાન ભરી હતી. તેણે ફસાયેલા તમામ ૧૦ લોકોને બચાવ્યા. તેને ચિત્રપેટ્ટાઈ લઈ જવામાં આવ્યો.