અભ્યાસમાં એન્જિનિયર એવા આરોપીએ શાતિર ચાલ ચાલી
બોગસ IAS ઓફિસર પર છે ૩ ગંભીર આરોપો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોલીસે અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારા આરોપીને ઝડપી લીધો છે. આ વ્યક્તિ IAS ઓફિસરની ઓળખ આપીને લોકો પાસેથી મોટી સંખ્યામાં રુપિયા ખંખેરી લેતો હતો.છેલ્લા ઘણા સમયથી તે રેવેન્યુ વિભાગના ડાયરેક્ટર તરીકે લોકોને ઓળખ આપીને છેતરતો હતો, ઠગાઈ કરતો હતો અને લાખો રૂપિયા ચાંઉ કરતો હતો. આ આરોપીનું નામ મેહુલ શાહ છે. અને પોતે અલગ અલગ ૩ ગુનાઓ હેઠળ ઝડપાયો છે. તેના પર સૌથી મોટો આરોપ નકલી IAS ઓફિસર બનવાનો છે. તેણે રેવેન્યુ વિભાગમાં ડાયરેક્ટરની ઓળખ આપીને ઈનોવા ભાડે લીધી અને ખોટા લેટર આપીને સાયરન લગાવી અને ઈનોવામાં પડદા લગાવ્યા હતા. ફરિયાદી પ્રતિક શાહે અધિકારી સમજીને તેની ડિમાન્ડ પુરી કરી હતી અને છેલ્લે ખબર પડી કે તેની સાથે તો ઠગાઈ થઈ છે.
તેના પર બીજો આરોપ છે નોકરી અપવવાના બહાને લાખોની ઠગાઈ કરવાનો. તેણે એક વ્યક્તિ પાસેથી ૩ લાખ રૂપિયા પડાવીને તેના દિકરાને નોકરી અપાવવાની વાત કરી, એટલું જ નહી પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીનો એક બોગસ લેટર બનાવીને આપી દીધો. આ બે આરોપો ઓછા હોય તેમાં તેના પર ત્રીજો આરોપ શાળામાં કલરકામ બાદ રૂપિયા ના આપવા. આરોપી પોતે ૨ શાળાઓ ભાડે ચલાવે છે તેનો છે. એક શાળા ખરીદવા માટે ડીલ પણ કરવાની વાતો થઈ રહી હતી. તેણે શાળામાં કલરકામનું કામ જેને સોંપ્યું તેની પાસે કામ તો કરાવી લીધું પરંતુ રૂપિયા ચુકવવાના આવ્યા ત્યારે ઠાગાઠૈયા કરવા લાગ્યો. આખો મામલો બાદમાં બહાર આવતા તેની સામે ત્રીજો પણ આરોપ ગઢાયો.
મહાઠગ મેહુલ શાહનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એરપોર્ટ પર તે પોતાના જ લોકો પાસે સ્વાગત કરાવડાવી વીડિયો બનાવતો હતો. તે પોતાનું સ્વાગત કરાવવા લોકો પાસે ફુલ નખાવડાવતો હતો. પ્રમોશન બાદ અમદાવાદ આવતા સ્વાગત થયું હોવાનું કહી ઠગી કરતો હતો. લોકોને તેણે લોકોને IAS અધિકારી અને સાયન્ટીસ તરીકે ઓળખ આપી હતી.
આ ત્રણેય ત્રણ સવાલો અત્યંત મહત્વના છે. કારણ કે અભ્યાસમાં એન્જિનિયર એવા આરોપીએ શાતિર ચાલ ચલાલી છે.
બની શકે કે આ વ્યક્તિએ અનેક લોકોને છેતર્યા હોય અને તેમની વિગતો બહાર આવી પણ ના હોય અને એટલે પોલીસ એવી પણ અપીલ કરે છે કે હજી પણ અન્ય કોઈ હોય તો તેઓએ બહાર આવીને ફરિયાદ કરવી જોઈએ. આખા કેસને જોતા જ આવનારા સમયમાં વધુ કેટલાક નવા ખુલાસાઓ થાય તો બિલકુલ નવાઈ નહી. જોવું રહ્યું કે આ તપાસ આગળના દિવસોમાં કઈ દિશામાં જાય છે.