ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ૧૩૮૦ વિરુદ્ધ કાર્યવાહી થશે
લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટ્રાફિક અને આરટીઓના નિયમોનું પાલન કરવું વાહન ચાલકોની ફરજ છે. પરંતુ વાહન ચાલકો નિયમોનું પાલન કરતા નથી, ત્યારે વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ એકશનમાં આવી છે. વાહન ચાલકો હેલ્મેટ ફરજીયાત પહેરે તે માટે અને બેફામ વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે. સાથે નાઈટ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે લોકો દંડ ભરે છે તેમ છતાં નિયમોનું પાલન કરતા નથી, તેવા લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પોલીસે RTO ને દરખાસ્ત મોકલી છે.
અમદાવાદ RTO માં છેલ્લા ૩ મહિનામાં ૩થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસે દરખાસ્ત મોકલી છે. કુલ ૩ હજાર દરખાસ્ત હતી. તે તમામ લોકોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસ આપી દીધી છે. આગામી સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરીને લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. મોટાભાગના હેલ્મેટ વગરના કેસ છે.
જેમાં ૩થી વધુ વખત નિયમનો ભંગ કર્યો હોય તેના ઘર પર નોટીસ જાય છે. ૭ દિવસનો સમય આપવામાં આવે છે. ૭ દિવસમાં તેનો જવાબ કે ખુલાસો રજૂ ન કરે તો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. ૩ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ૭૦૦ લોકોના લાયસન્સ અલગ અલગ ગુનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ૧૩૮૦ વિરુદ્ધ પણ કાર્યવાહી જશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં અલગથી કાર્યવાહી થાય છે. પોલીસ ચાર્જશીટ દાખલ કરીને પોલીસ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત મોકલતા હોય છે. નિયમ ભંગ કરનાર લોકોએ હવે મેમો ભરવા માટે પણ કલાકો કતારમાં ઊભા રહેવું પડશે. કારણ કે અમદાવાદ RTO માં છેલ્લા ૪ દિવસથી મેમો ભરવા માટે કતારો લાગે છે. પરંતુ દંડ એટલા માટે લેવામાં આવે છે વાહન ચાલકો નિયમોનું પાલન કરતા થાય.