આ ક્લબ રેપર બાદશાહની હોવાનું કહેવાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંદીગઢની એક નાઈટ ક્લબમાં સવારે વિસ્ફોટ થયો હતો. આ ક્લબ રેપર બાદશાહની હોવાનું કહેવાય છે. આ બ્લાસ્ટ દેશી બોમ્બથી કરવામાં આવ્યો હતો. મામલાની તપાસ પર NIA ની ટીમ સ્થળ પર પહોંચી છે.
અજાણ્યા બાઈક સવારોએ સેક્ટર ૨૬ સ્થિત નાઈટ ક્લબ પર વિસ્ફોટક પદાર્થ ફેંક્યો હતો. શંકાસ્પદોએ આ હુમલો કર્યો હતો. ખૂબ ઓછી તીવ્રતાનો આ બ્લાસ્ટ હતો. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.જે ક્લબમાં બ્લાસ્ટ થયો તે રેપર બાદશાહની હોવાનું કહેવાય છે. ઘટના સ્થળના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ક્લબની તૂટેલી બારીઓ જોઈ શકાય છે.
સૂત્રોના કહેવા મુજબ, ખંડણી વસૂલવાના ઈરાદે દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસ આ હુમલા પાછળ કોનો શું ઈરાદો છે તેની તપાસ કરી રહી છે. ચંદીગઢ પોલીસ ફોરેન્સિક ટીમોની મદદથી મામલાની તપાસ કરી રહી છે.