પોલીસે એના મિત્ર આદિત્ય પંડિતની કરી ધરપકડ
ભાડાના મકાનમાં ડેટા કેબલથી ફાંસો ખાધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૮
મુંબઈમાં એક ફિમેલ પાયલોટએ આત્મહત્યા કરી લીધી છે. કારણ છે, પ્રેમીની ચિકન છોડવાની શરત. હા, એર ઇન્ડિયાની ૨૫ વર્ષીય ફિમેલ પાયલોટે મુંબઈમાં પોતાના ભાડાના મકાનમાં ડેટા કેબલથી ફાસો ખાઈ લીધો છે. જે મામલે પોલીસે તેના મિત્ર આદિત્ય પંડિતની ધરપકડ કરી લીધી છે. કેમ કે તેના પર પાયલોટને આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ છે. પોલીસ અનુસાર, બંને દિલ્હીના રહેવાસી છે અને થોડા દિવસથી એક સાથે દિલ્હીમાં રહે છે. મૃતક પાયલોટનું નામ સૃષ્ટિ તુલી છે. સૃષ્ટિ મુંબઈના મરોલ વિસ્તારમાં કનકિયા રેન ફોરેસ્ટ બિલ્ડીંગમાં રહેતી હતી.
પોલીસ અનુસાર, પ્રેમી આદિત્ય પર સૃષ્ટિને પરેશાન કરવા, ગાળ આપવા અને ચિકન ખાવાથી રોકવા માટે મજબુર કરવાનો આરોપ છે. આદિત્ય એને નોનવેજ ખાવાથી રોકતો હતો. એનાથી સૃષ્ટિ ઘણી પરેશાન હતી. પવઈ પોલીસ થાણાના અધિકારી અનુસાર, સૃષ્ટિ ઉત્તર પ્રદેશની રહેવાસી હતી અને ગયા વર્ષે જૂનથી કામ માટે મુંબઈ આવી હતી. સૃષ્ટિ અને આદિત્ય બે વર્ષ પહેલા દિલ્હીમાં કમર્શિયલ પાયલોટનો કોર્સ કરતી સમયે મળી હતી અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આત્મહત્યાનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આદિત્ય કારમાં દિલ્હી જવા નીકળ્યો. સફર દરમિયાન સૃષ્ટિએ આદિત્યને ફોન કર્યો અને કહ્યું કે તે આત્મહત્યા કરી લેશે, જેના પછી તરત જ આદિત્ય મુંબઈ પહોંચ્યો અને જાેયું કે સૃષ્ટિના ફ્લેટનો દરવાજાે અંદરથી બંધ હતો. તેણે જણાવ્યું કે આદિત્યએ ચાવી બનાવનારની મદદથી દરવાજાે ખોલ્યો અને જાેયું કે સૃષ્ટિ ડેટા કેબલથી લટકતી હતી. આ પછી સૃષ્ટિને સેવનહિલ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
પોલીસને ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સૃષ્ટિના સંબંધીએ પાછળથી પોલીસનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો કે આદિત્ય તેને ઘણીવાર હેરાન કરતો હતો અને જાહેરમાં તેનું અપમાન પણ કરતો હતો. સંબંધીએ દાવો કર્યો કે આ સિવાય આદિત્યએ તેના પર તેની ખાવાની આદતો બદલવા માટે પણ દબાણ કર્યું હતું. સૃષ્ટિના સંબંધીની ફરિયાદના આધારે, આદિત્યની ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.