પેપર મીલ અને કન્સ્ટ્રકશનને લગતા જૂથ પર દરોડા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી પેપર મિલ અને કન્સ્ટ્રક્શનને લગતા ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા પાયે બેનામી વ્યવહારો થયા હોવાની આશંકા છે. મોરબીના તીર્થક ગ્રુપ પર દરોડો પાડવામાં આવ્યો હતો. મોરબી પેપર મીલ અને કન્સ્ટ્રકશનને લગતા જૂથ પર આવકવેરા વિભાગના દરોડાના કારણે શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
સમગ્ર ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના દરોડા દરમિયાન મોટા પાયે બે વ્યવહારો હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. તે સમયે ૭૦ જેટલી ટીમો એક જગ્યાએ દરોડામાં સામેલ હતી.આ ઉપરાંત આ ઘટના સંદર્ભે આવકવેરા વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતા અને હાલમાં રાવપર રોડ પર આવેલી તીર્થક ગ્રુપની ઓફિસ, ફેક્ટરી અને જીવરાજભાઈ ફુલતરિયાના ઘરે તપાસ ચાલી રહી છે.
બીજી તરફ અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપર પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડરમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈન્કમટેક્સ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ સવારથી જ દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે.
આ દરોડામાં મોટી રકમના બેનામી નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ થવાની શક્યતા છે. મહેસાણાના જાણીતા રાધે ગ્રુપ પર પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં આવકવેરા વિભાગની ટીમે રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેના ભાગીદારોના ઘરે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં આવકવેરા વિભાગે ૨૫થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.