All posts by Sampurna Samachar

લદ્દાખમાં એક મહિના સુધી ભારતે ગુપચુપ પ્લાનિંગ કર્યું

પેંગોંગ લેકના દક્ષિણમાં ભારતની સ્થિતિ મજબૂત
ભારતીય સેનાના જણાવ્યા મુજબ તેમણે ચીની સૈનિકોને આ તરફ આગળ વધતા જોઈને કાર્યવાહી કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૩
પૂર્વ લદ્દાખ બોર્ડર પર તણાવ શરૂ થયો ત્યારથી ચીની સૈન્ય પહેલી વાર પોતાને સંપૂર્ણ રીતે બેકફૂટ પર જોઇ રહ્યું છે. ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ભારતીય સૈનિકોએ પેંગોંગ તળાવની દક્ષિણ કાંઠે ગંભીર સ્થિતિમાં પ્રવેશ કર્યો. રેજાંગ લા નજીક મહત્વપૂર્ણ ચીની પોસ્ટ્‌સ પર ભારતની નજર છે. ભારતીય સેનાના જણાવ્યા મુજબ તેમણે ચીની સૈનિકોને આ તરફ આગળ વધતા જોઈને કાર્યવાહી કરી. આજે ભારતીય સૈન્ય જે ઊંચાઇઓ પર હાજર છે ત્યાં સુધી પહોંચવાની યોજના લગભગ એક મહિના પહેલેથી જ ચાલતી હતી. રાત્રે સૈનિકોએ સમગ્ર કામગીરી હાથ ધરી. સવારે જ્યારે ચીની સેનાના સૈનિકો કબજો લેવા પહોંચ્યા ત્યારે તેમને સમજાયું કે આ વખતે ભારતે બરાબરની માત આપી દીધી. ભારત અને ચીન વચ્ચે ૩૦ જૂને કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત બાદ ચીનને આશા હતી કે ચીન પીછેહઠ કરશે. જો કે, ભારતીય સૈન્ય ચીની સૈન્યથી સારી રીતે વાકેફ છે, બેકગ્રાઉન્ડમાં પ્લાનિંગ ચાલુ રાખ્યું. એક મીડિયા ઇન્ટરવ્યુમાં સેનાના એક સૂત્રએ કહ્યું કે આર્મી પાસે દરેક પગલાં માટે યોજના હોય છે. વાતચીત નિષ્ફળ થાય ત્યારે જ પ્લાનિંગ શરૂ થતું નથી. કયારે તેનો અમલ કરવો તે મહત્વપૂર્ણ છે. ૧૪ જુલાઈ સુધીમાં ચાર રાઉન્ડની વાતચીત થઇ ચૂકી હતી. તે સ્પષ્ટ થઇ ગયું હતું કે ચીન ગોગરા પોસ્ટ, હોટ સ્પ્રિંગ્સ અને પેંગોંગના ઉત્તર કાંઠે ફિંગર એરિયાઝથી પાછળ હટશે નહીં. જ્યારે ૨ ઓગસ્ટના રોજ ચીન સમાન સ્થિતિમાં રહ્યું ત્યારે ભારત સમજી ગયું કે કંઈક કરવાનો સમય આવી ગયો છે. ફાઇનલ પ્લાન ૧૫ દિવસ અગાઉ તૈયાર કરી દેવામાં આવ્યો હતો. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે લોકલ કમાન્ડર્સ દિલ્હી આવ્યા અને પ્રેઝન્ટેશન આપ્યું. સેનાની ટોપ લીડરશીપ અને ફીલ્ડ પર હાજર અધિકારી એક સાથે બેઠા. ડ્રોઇંગ બોર્ડ પર પ્લાન તૈયાર કરાયો. આપણી તાકાત અને ચીનની નબળાઇઓને પિનપોઇન્ટ કરાઇ અને કયાં એડવાન્ટેજ લેવો તે નક્કી થયું. દરેક નાની-નાની વિગતોની કાળજી લેવામાં આવતી. ઓપરેશન્સને અંજામ આપવા સુધીના થોડાંક સમય પહેલાં જ પોલિટિકલ લીડરશીપથી મંજૂરી લેવામાં આવી. ભારત એ આ ઓપરેશન દ્વારા બ્લેક ટોપ, હેલમેટ ટોપને ચારેયબાજુથી પોઝિશન્ટ બનાવી લીધી છે. પેગોંગના દક્ષિણ કાંઠા પર હાજર દરેક ઊંચાઇ એક-એક યુનિટને અસાઇન કરાયું હતું. આ કામગીરી હાથ ધરવા માટે સેના ઉપરાંત ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (એસએફએફ) ના જાંબાજ હાજર હતા. એસએફએફ કમાન્ડો એ અનેક સ્થળોએ કામગીરીનું નેતૃત્વ કર્યું અને મિશન પૂર્ણ કર્યું.

 

શ્વાસ લેવામાં તકલીફ થતાં શાહને ફરીથી દાખલ કરાયા

વીવીઆઈપી માટે રિઝર્વ ફેસિલિટીમાં રખાયા
શાહની તબિયત લથડતાં શનિવાર મોડીરાત્રે એઇમ્સમાં દાખલ, હોસ્પિટલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૩
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને ફરી એકવાર શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં દાખલ કરાયા છે. જણાવી દઈએ કે શાહને ૧૫ દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જોકે, ફરીથી તબિયત લથડતાં શનિવારે મોડીરાત્રે તેમને એમ્સમાં દાખલ કરાયા છે. જોકે, હોસ્પિટલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું છે કે શાહને શનિવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને કાર્ડિયો ન્યૂરો ટાવરમાં રાખવામાં આવ્યા છે, જે વીવીઆઈપી માટે રીઝર્વ ફેસિલિટી છે. શાહ એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાની દેખરેખમાં સારવાર હેઠળ છે. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ભૂતકાળમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થવા છતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આરોગ્યની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેમને ફરી એક વખત દિલ્હી સ્થિત છૈૈંંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી તેમને શ્વસનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ તેમને કોરોનાથી સ્વસ્થ થયા પછી પોસ્ટ-કોવિડ સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૩૧ ઓગસ્ટે તેમને રજા આપવામાં આવી હતી.

 

માસ્ક પહેરવાથી ઈમ્યુનિટી વધે છે : અહેવાલમાં ખુલાસો

વૈજ્ઞાનિકોના રિસર્ચમાં મોટો દાવો કર્યો
દુનિયામાં ઘણી વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે જોકે તેના આગામી વર્ષની શરૂઆત સુધી આવવાની સંભાવના નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૩
દુનિયાભરમાં ઘણી વેક્સીનનું ટ્રાયલ હાલમાં ચાલી રહ્યું છે જોકે તેના આગામી વર્ષની શરૂઆત સુધી આવવાની સંભાવના નથી. વેક્સીન લોન્ચ થવા પર દેશમાં તેની પૂરતી સપ્લાય પહોંચવામાં પણ લાંબો સમય લાગી શકે છે. એવામાં વૈજ્ઞાનિકો કેટલાક અન્ય ઉપાયો તરફ ધ્યાન દોરી રહ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના કાળમાં માસ્ક પહેરવાથી ઈમ્યુનિટી ડેવલપ થઈ શકે છે અને કોવિડનું સંક્રમણ ધીમું પડી શકે છે. તેમણે કહ્યું કે માસ્ક વાયરસના સંક્રામણકારી ભાગને ફિલ્ટર કરી શકે છે, પરંતુ સંપૂર્ણ રીતે રોકી નથી શકતા. એવામાં કોરોના ઈન્ફેક્શન થશે તો જરૂર પરંતુ તે ઘાતક નહીં હોય. એક રીતે આ ભયંકર તાવની જગ્યાએ સામાન્ય તાવ સહન કરવા જેવું હશે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના મોનિકા ગાંધી અને જોર્જ રધરફોર્ડે આ વિચાર સામે મૂક્યો છે. અછબડાની વેક્સીન આવી ત્યાં સુધી લોકો ફટ્ઠર્િૈઙ્મટ્ઠર્ૈંહ લેતા હતા. તેમાં જેને બીમારી ન હોય, તેમને અછબડાના દર્દીઓની વસ્તુના સંપર્કમાં લાવતા હતા. તેનાથી તેમને સામાન્ય ઈન્ફેક્શન થતું હતું પરંતુ સંપૂર્ણ રીતે બીમાર થવાથી બચાવી લેવાતા હતા. વૈજ્ઞાનિકો કોવિડમાં પણ આવી જ સંભાવના જોઈ રહ્યા છે. આ પાછળ વાઈરલ પેથોજેનેસિસની જૂની થિયરી છે, જે કહે છે કે બીમારીની ગંભીરતા તેના પર નિર્ભર કરે છે કે વાયરસ ઈનોક્યુલમ (વાયરસનો સંક્રમણકારી ભાગ) શરીરમાં કેટલો ગયો છે. ગાંધી અને રધરફોર્ડનું કહેવું છે કે જો કોવિડ ઈન્ફેક્શનની ગંભીરતા પણ વાઈરલ ઈનોક્યુલમ પર નિર્ભર કરે છે તો ફેસ માસ્ક પહેરીને બચાવ થઈ શકે છે. તેનાથી વાયરસની અસર થોડી ઓછી થઈ જશે. અભ્યાસમાં બંનેએ કહ્યું, ’કારણ કે માસ્ક વાયરસની ઉપસ્થિતિવાળા કેટલાક ડ્રોપલેટ્‌સને ફિલ્ટર કરી શકે છે, એવામાં માસ્ક પહેરવાથી કોઈ વ્યક્તિના શરીરમાં ઈનોક્યુલમ ઓછું થઈ શકે છે.’ ઉંદરો પર એક પ્રયોગના પરિણામથી આ થિયરીને સમર્થન મળે છે. જાણકારી મળી કે જે ઉંદરોએ માસ્ક પહેર્યું હતું કે, તેમને ઈન્ફેક્શન થવાની સંભાવના ઓછી રહી અથવા તો માત્ર સામાન્ય ઈન્ફેક્શન થયું. બંને વૈજ્ઞાનિકોએ કહ્યું, વેક્સીનથી ઉમ્મીદ ન માત્ર ઈન્ફેક્શન રોકવાની હોય છે, પરંતુ મોટાભાગના વેક્સીન ટ્રાયલમાં બીમારીની ગંભીરતા ઘટાડી દે છે. એટલે કે એવા કેસો વધી જાય છે જેમાં બીમારી કમજોર અથવા લક્ષણો વિનાની હોય છે.’ બંને વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તેમની થિયરી છે કે નવા વાઈરલ ઈન્ફેક્શનની અસર ઓછી કરવાથી એવા લોકોની સંખ્યા વધશે જેઓ અસિમ્પોમેટિક રહે છે.

 

શિવસેનાએ બોલીવુડના મૌન ઉપર કેટલાક સવાલ ઉઠાવ્યા

મુંબઈને POK કહેનારી પર અક્ષય કુમાર કેમ ચુપ?
દુનિયાભરના અમીરોના ઘર મુંબઈમાં છે, જ્યારે અપમાન થાય છે તો બધા ગર્દન નમાવી બેસી જાય છેઃસંજય રાઉત
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૩
સામના દ્વારા રોજ શિવસેના દ્વારા કંગના રનૌતને નિશાન બનાવવામાં આવી રહી છે. ફરી એકવાર સામનામાં કંગના પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. સંજય રાઉતના લેખમાં કંગનાને નટી (અભિનેત્રી) બનાવવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે મુંબઈના મહત્વને ઓછું કરવાનો યોજનાબદ્ધ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુંબઈની સતત બદનામી એ ષડ્યંત્રનો ભાગ છે. મુંબઈને પાકિસ્તાન કહેનારી એક નટીની પાછળ કોણ છે? આ સિવાય સંજય રાઉતે અન્ય ફિલ્મી કલાકારોને કંગના સામે ના બોલવા અંગે પણ ખરું-ખોટું સંભળાવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને ગ્રહણ લગાવવાનો પ્રયાસ ફરી એકવાર શરુ થયો છે. આ ગ્રહણ બહારના (કંગના) લોકો લાગી રહ્યા છે. પરંતુ તેમને મજબૂત બનાવવા માટે પરંપરા અનુસાર આપણા જ ઘરમાં ભેદી આગ લગાવી રહ્યા છે. મુંબઈનું અપમાન કરનારી નટી (કગનાને ઉલ્લેખીને)ના ગેરકાયદેસર નિર્માણ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાયા બાદ મનપાનો ઉલ્લેખ “બાબર” તરીકે કરાયો. શિવસેનાના પ્રવક્તાએ કહ્યું કે નટી મુંબઈમાં બેસીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રત્યે તૂ-તારી ભાષા બોલે છે. પડકાર આપવાની વાત કરે છે. આ કેવી એક તરફી આઝાદી છે? તેના ગેરકાયદેસર નિર્માણ પર હથોડા ચાલ્યા, તો એ મારું મંદિર હતું, એવું નાટક શરુ કર્યું. મુંબઈને પાકિસ્તાન કહેવું અને તે જ “પાકિસ્તાન”માં સ્થિત ગેરકાયદેસર નિર્માણ પર સર્જિકલ સ્ટ્રાઈકની છાતી પીટવી, આ કેવો ખેલ છે? સામનામાં લખાયું છે કે સંપૂર્ણ નહીં, પરંતુ ઓછામાં ઓછા અડધા ફિલ્મ જગતે તો મુંબઈના અપમાનના વિરોધમાં આગળ આવવું જોઈતું હતું. કંગનાનો પત આખા ફિલ્મ જગતનો મત નથી, એવું કરવા જેવું હતું. અક્ષય કુમાર જેવા મોટા નેતાઓએ તો સામે આવવું જોઈતું હતું. મુંબઈએ તેમને પણ ઘણું આપ્યું છે. મુંબઈએ બધાને આપ્યું છે, પરંતુ મુંબઈના સંદર્ભમાં આભાર વ્યક્ત કરવામાં કેમ ઘણાંને તકલીફ થાય છે? રાઉતે લખ્યું છે કે દુનિયાભરના અમીરોના ઘર મુંબઈમાં છે. મુંબઈનું જ્યારે અપમાન થાય છે તો બધા ગર્દન નમાવીને બેસી જાય છે. મુંબઈનું મહત્વ માત્ર પૈસા કમાવવા માટે નથી. આ બધાએ એ વાત યાદ રાખવી જોઈએ કે “ઠાકરે”ના હાથમાં મહારાષ્ટ્રની કમાન છે. મુંબઈ દેશનું હોય કે દુનિયાનું પણ તેના પર પહેલો હક મહારાષ્ટ્રનો છે. જ્યારે જ્યારે મુંબઈને દબાવવામાં આવ્યું ત્યારે-ત્યારે મહારાષ્ટ્રે પ્રતિકાર કર્યો. આમાં કશું ખોટું થાય છે તો વડાપ્રધાન મોદીએ જ જણાવવું જોઈએ. મુંબઈને પહેલા પાકિસ્તાન પછી બાબર કહેનારા લોકોની પાછળ મહારાષ્ટ્રી ભાજપની પાર્ટી ઉભી છે, આ દુર્ભાગ્ય જ કહેવાય. મુંબઈના વિરોધમાં ૬૦-૬૫ વર્ષ પહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓએ યોજનાબદ્ધ રીતે ષડ્યંત્ર રહ્યું હતું. એ ષડ્યંત્રકારોની છાતી પર પગ મૂકીને ભૂમિપુત્રોએ સંયુક્ત મહારાષ્ટ્રમાં ભગવો ઝંડો લહેરાવ્યો હતો. હવે તો કોઈ પણ ઉઠે છે અને મુંબઈ પર કિચડ ઉછાડે છે, હવે તો તેના પર રોક લાગવી જોઈએ. દિલ્હી અથવા મહારાષ્ટ્રમાં સરકારે કોઈને પણ કોઈ અજ્ઞાત શક્તિ આપણા મુંબઈના વિરોધમાં યોજનાબદ્ધ રીતે ષડ્યંત્ર કરતા રહે છે, પરંતુ સંયુક્ત મહારાષ્ટ્ર માટે જેલના દરવાજા પર લાઈન લગાવનારા “વીર” આજે કુંઠીત થઈ ગયા છે? ભૂમિપુત્રો તથા મરાઠી સ્વાભિમાનને યોજનાબદ્ધ રીતે દમન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના લોહીથી મરાઠી કોશિકાઓને ખતમ કરવાનું ષડ્યંત્ર થઈ રહ્યું છે. મુંબઈને પાકિસ્તાન અને મ્સ્ઝ્રને બાબરની સેના કહેનારા પાછળ મહારાષ્ટ્રના પ્રમુખ વિરોધી પક્ષ ઉભો છે, આ અજીબ છે. પરંતુ સુશાંત અને કંગનાને સમર્થન આપીને તેમને બિહારની ચૂંટણી જીતવી છે. બિહારના ઉચ્ચ વર્ગીય રાજપૂત, ક્ષત્રિય મતને મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેના માટે મહારાષ્ટ્રનું અપમાન થાય તો પણ ચાલશે. આ નીતિને ’રાષ્ટ્રીય’ કહેનારાને શોભા નથી આપતું. મહારાષ્ટ્રનું અપમાન કર્યું તેના વિરોધમાં એક પણ મરાઠી કેન્દ્રીય મંત્રીને ખોટું નથી લાગ્યું. તેના પર ગુસ્સે થઈને રાજીનામુ વગેરેની વાત જ છોડો.

 

હવે કોરોનાની રસી માટે હૈદરાબાદ પર સૌની નજર

ત્રીજા ભાગની વેક્સિન બની શકે તેટલી ક્ષમતા
દુનિયામાં વૈજ્ઞાનિકો અને રસી બનાવતી કંપનીઓ દિવસ રાત કોરોનાની રસી બનાવવા માટે ખુબ મહેનત કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદ,તા.૧૩
આંતરરાષ્ટ્રીય વેક્સિન કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ કોરોના વાયરસની સુરક્ષિત રસી વિશ્વને આપવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે ત્યારે સૌની નજર ભારત પર છે, જ્યાં વિશ્વની ૬૦ ટકા રસી તૈયાર થાય છે. ભારતમાં પણ જો કોઈ એક સ્થળ એવું હોય જે રસીનું સીધું સરનામું છે તો એ છે હૈદરાબાદ. આ શહેરમાં દુનિયાની ત્રીજા ભાગની રસી બનાવવામાં આવે છે. કોરોના સામે લડવા ભારતની પહેલી સ્વદેશી રસી ર્ઝ્રદૃટ્ઠટૈહ હોય કે રશિયાની જીેંહૈા ફ કે પછી જ્હોન્સન એન્ડ જ્હોન્સનની છઙ્ઘ૨૬.ર્ઝ્રદૃ૨.જ કે હ્લઙ્મેય્ીહની ર્ઝ્રર્િહ્લઙ્મે અથવા સનોફીની વિકસી રહેલી સંભવિત રસી જ કેમ ના હોય, તમામનો હૈદરાબાદ સાથે સંબંધ છે. કોરોનાની સફળ રસી હૈદરાબાદમાં શોધાય કે ના શોધાય પરંતુ તેનું નિર્માણ અહીં જ થશે. દુનિયાના કોઈપણ છેડે રસી કેમ ના શોધાઈ હોય તેનું નિર્માણ હૈદરાબાદમાં જ થશે, તેમ શાંતા બાયોટેક્નિક્સ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન ડૉ. વારાપ્રસાદ રેડ્ડીએ જણાવ્યું. ડૉ. રેડ્ડીએ કહ્યું, હૈદરાબાદમાં આવેલી વેક્સિન કંપનીઓ પાસે મજબૂત મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી છે અને સારી ગુણવત્તાના લાખો ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧ના પ્રારંભિક મહિનાઓમાં સનોફીની સંભવિત વેક્સીન શોધાઈ જશે અને તેનું ઉત્પાદન હૈદરાબાદમાં થવાની અપેક્ષા છે. સનોફીએ ૨૦૦૯માં શાંતા બોયટેકને ખરીદી હતી. બાયોલોજીકલ ઈ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર મહિમા દાતલાનું કહેવું છે કે, કોવિડ-૧૯ મહામારી સામેની જંગમાં હૈદરાબાદનો મહત્વનો ફાળો રહેશે કારણકે અહીં વેક્સિનની ઉત્પાદન ક્ષમતા ખૂબ વધારે છે. જણાવી દઈએ કે, બાયોલોજીકલ ઈ લિમિટેડે ટેક્સાસની બાયલર કોલેજ ઓફ મેડિસિન સાથે રસી વિકસાવવા માટે ટાઈ-અપ કર્યું છે. સાથે જ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસીના ભારતમાં ઉત્પાદન માટે પણ જોડાણ કર્યું છે.

 

ઓક્સફર્ડની કોરોના વેક્સિનની ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવી

આ રસી ૨૦૨૦ના અંત સુધીમાં આવી શકે છે
ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીનના છેલ્લા તબક્કાની ટ્રાયલને યુકેમાં શરૂ : ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ રસીની સફળતા અંગે ખાતરી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩
ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીનના છેલ્લા તબક્કાની હ્યુમન ટ્રાયલને યુકેમાં ફરીથી શરૂ કરી દેવાઈ છે. એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું હતું કે બ્રિટનની મેડિસીન્સ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીએ સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ વેક્સીન સલામત હોવાનું સામે આવ્યું છે. જે બાદ તેના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. વોલયન્ટિયર પર ગંભીર અસર દેખાતા વેક્સીનની ટ્રાયલ અટકાવી દેવામાં આવી હતી. એસ્ટ્રાઝેનેકાના સીઇઓ પાસ્કલ સૉરિયટને વેક્સીન ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે. તેમનું કહેવું છે કે આ રસી આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં આવી શકે છે. સૉરિયટે કહ્યું કે આ રસીના ટ્રાયલ પર આખું વિશ્વ નજર રાખી રહ્યું છે, તેથી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે વર્ષના અંત સુધીમાં રેગ્યુલેટરી અપ્રુવલ માટે ડેટા મેળવી શકાશે. રસીની ટ્રાયલના ત્રીજા તબક્કા દરમિયાન એક વોલન્ટિયરમાં ટ્રાંસવર્સ મેલિટીસની સ્થિતિ વિકસિત થઈ ગઈ હતી. જેથી કરોડરજ્જુમાં સોજો આવે છે જે ચેપને કારણે થઈ શકે છે. વિશ્વભરમાં આ ટ્રાયલમાં ૫૦ હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે. હાલમાં જે રસી ચાલી રહી છે તે ટ્રાયલ પસાર કર્યા પછી, સલામતી અને અસરના ડેટાને મંજૂરી મેળવવા માટે કાર્ય કરવામાં આવશે. આ વેક્સીન વાયરલ વેક્ટર પર આધારિત છે. ટીમે એસએઆરએસ-સીઓવી-૨ના સ્પાઈક પ્રોટીન (જેની સાથે કોરોના વાયરસ સેલને ચેપ લગાવે છે)ને નબળા ટ્ઠઙ્ઘીર્હદૃૈિેજ (સામાન્ય શરદી પેદા કરનાર વાયરસ)માં ટ્રાન્સફર કર્યો હતો. જ્યારે આ એડેનોવાયરસ મનુષ્યમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યો ત્યારે, રોગપ્રતિકારક શક્તિએ પ્રોટીનને ઓળખીને પ્રતિક્રિયા આપી. પ્રથમ બે ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો એન્ટિબોડીઝ અને ટી-સેલ ઉત્પન્ન જોવા મળ્યા અને નાના-મોટા સાઈડ ઈફેક્ટ્‌સ પણ જોવા મળ્યા છે. ઓક્સફોર્ડ વૈજ્ઞાનિકો માત્ર રસી ઝ્રરછર્ઙ્ઘંટ૧ હર્ઝ્રફ-૧૯ની સંપૂર્ણ સફળતા અંગે ખાતરી આપી છે. એટલું જ નહીં, તેમણે ૮૦% સુધી વિશ્વાસ પણ છે કે રસી સપ્ટેમ્બર સુધીમાં મળી જશે. ઓક્સફર્ડ રસી એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવશે. આ રસી ઝ્રરછર્ઙ્ઘંટ૧ વાયરસથી બનેલી છે, જે સામાન્ય શરદી પેદા કરતા વાયરસનું નબળું સ્વરૂપ છે. તેને જેનેટિકલી બદલી દેવાઈ છે જેથી લોકોમાં ઈન્ફેક્શન ફેલાતું નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા તરફથી કોરોના વાયરસ સામે વિકસિત રસી એઝેડ૧૨૨૨ની ટ્રાયલ ભારતમાં ફરી શરૂ થઈ શકે છે. વેક્સીન પ્રોજક્શન માટે એસ્ટ્રાઝેનેકાની ભાગીદાર ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળતાં જ તેની ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવશે. ખરેખર, એઝેડ૧૨૨૨ના ટ્રાયલ બાદ એક વોલન્ટિયરમાં ટ્રાંસવર્સ મેલિટીસની સ્થિતિ વિકસિત થઈ ગઈ હતી. જેના કારણે તેની ટ્રાયલ રોકી દેવામાં આવી હતી. જોકે, હવે તેની ટ્રાયલ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.

 

મોબાઈલમાં આવેલ મેસેજથી પતિના લફરાંનો ભાંડો ફૂટ્યો

અમદાવામાં પતિ, પત્ની અને વોનો કિસ્સો
પત્નીએ પતિનો મોબાઈલ તપાસતા તેમાં આ યુવતીના અનેક મેસેજ અને કોલ રેકોર્ડિંગ પણ બહાર આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧
પતિ-પત્નીના સંબંધમાં જ્યારે ત્રીજી કોઈ વ્યક્તિનો પ્રવેશ થાય છે ત્યારે ઘર કંકાસની શરૂઆત થઈ જાય છે. અને અત્યાર સુધીમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરના સાબરમતી વિસ્તારમાં પતિ, પત્ની અને વોનો આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. સાબરમતી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે ૧૦ વર્ષ પહેલા તેના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. આજે વહેલી સવારે તેઓ પરિવાર સાથે જ્યારે ઘરમાં હાજર હતા ત્યારે લગભગ ચાર વાગ્યાની આસપાસ તેમના પતિના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ તેના પતિનો મોબાઈલ તપાસતા તેમાં આ યુવતીના અનેક મેસેજ અને કોલ રેકોર્ડિંગ પણ હતા. જેથી ફરિયાદીએ તેના પતિને આ યુવતી સાથેના સંબંધો વિશે પૂછ્યું હતું. જેથી ફરિયાદીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો. ફરિયાદી અને સમગ્ર બનાવની જાણ તેના પિતાને કરતા તેના પિતા પણ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં દર્દીઓને સિવિલમાં ખસેડ્યા

પારેખ્સ હોસ્પિટલના દર્દીઓ હાલાકીમાં મૂકાયા
હૉસ્પિટલો સાથેના એમઓયુ પ્રમાણે લોજિસ્ટિક સપોર્ટ, દવા, ઓક્સિજન વગેરે હૉસ્પિટલે જ આપવાના હોય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યું છે. હવે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં સપડાયું હોય તેમ લાગી રહ્યું છે. શ્યામલ ચાર રસ્તા નજીક આવેલી પારેખ્સ હૉસ્પિટલમાં ગુરુવારે મોડી સાંજે ૭ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા માટેની જાણ કરતાં જ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો આરોપ છે કે હૉસ્પિટલના સત્તાધીશોઓ અમને ફોન કરીને જાણ કરી હતી કે હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી ગયો હોવાથી તેમના સગાને અન્ય હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવા પડશે. દર્દીના પરિવારજનો કહેવું છે કે હૉસ્પિટલમાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં આવતો ન હોવાને કારણે તેઓ આ પગલું ભરી રહ્યા છે. આ અંગે હોસ્પિટલના સત્તાધીશો કેમેરા સામે કશું જ કહેવાનું ઇન્કાર કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે પારેખ્સ હૉસ્પિટલ કોસ્મિક એજન્સી પાસેથી મેડિકલ ઓક્સિજન મેળવે છે. આ એક પ્રાઈવેટ એજન્સી છે. આ એજન્સી હૉસ્પિટલને પુરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા માટે સક્ષમ ન હોવાથી આ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. હૉસ્પિટલો સાથે કરવામાં આવતા એમઓયુ પ્રમાણે લોજિસ્ટિક સપોર્ટ, દવાઓ, ફૂડ, ઓક્સિજન વગેરે હૉસ્પિટલ દ્વારા જ આપવાના થાય છે. છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સતત આ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે અને ઓક્સિજનના સપ્લાયર અને પ્રોડ્યુસરના સંપર્કમાં પણ છે. આ ઉપરાંત ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. અહીં સવાલ એ ઊભો થાય છે કે ઓક્સિજનની અછતના કારણે કોઈ દર્દીને તકલીફનો સામનો કરવો પડ્યો હોય તો તેના માટે જવાબદારી કોની?

 

યુવતીએ સગાઈ તોડી નાખતા યુવકે ઘરે જઈ ગાળો ભાંડી

સ્વભાવ સારો ન હોવાથી યુવતીએ સગાઈ તોડી
યુવકે તેના ઘરે પહોંચીને યુવતીને તેમજ તેની સગાઈની વાત ચાલી રહી તે યુવકને મારી નાખવાની ધમકી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧
શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતી એક યુવતી તેના ઘરે હતી. આ સમયે તેની સગાઈ જે યુવક સાથે તૂટી ગઈ હતી તે યુવક તેના ઘરે આવ્યો હતો. યુવકે ઘરની નીચે ઊભા રહીને જોરજોરથી અપશબ્દો બોલી યુવતીને મારી નાખવાની તેમજ તેની જે યુવક સાથે સગાઈની વાત ચાલે છે તેને પણ મારી નાખવાની ધમકીઓ આપી હતી. આટલું જ નહીં યુવકે ત્યાં પડેલી ગાડીઓનાં કાચ પણ ફોડી નાખ્યા હતા. સમગ્ર બાબતને લઈને ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. ગઇકાલે મોડી રાત્રે અગાઉ તેની જે યુવક સાથે સગાઇ થઇ હતી તે તેના મિત્ર સાથે તેના ઘરે આવ્યો હતો. યુવકે યુવતીનાં ઘરની નીચે ઊભા રહી જોરજોરથી બૂમો પાડી ગાળો બોલી હતી. યુવકે તમામ લોકોની હાજરીમાં કહ્યુ કે, તું બીજા સાથે લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ. આ પ્રકારની ધમકી આપી તેણે જાહેરમાં ઝઘડો કરતો હતો. જોકે, યુવતીએ મામલો બીચકે નહીં તે માટે ઘરમાં જ બેસી રહી હતી. જેથી યુવક વધુ આવેશમાં આવી ગયો હતો અને તેણે નીચે પડેલી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. સાથે ફરી એક વખત તેને ધમકી આપી કે તારી જે છોકરા સાથે સગાઈની વાત ચાલે છે તેને પણ જાનથી મારી નાખીશ. યુવતીને એવું પણ જણાવ્યું કે તારા મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવી વોટ્‌સએપમાં ફોટો વાયરલ કરી દઈશ. આ બાબતે યુવતીએ ખાડીયા પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે એક વર્ષ પહેલા આ યુવક માથાભારે હોવાથી અને તેનો સ્વભાવ સારો ન હોવાથી યુવતીએ સગાઈ તોડી નાખી હતી. આ કારણે તે ઘરે આવ્યો હતો અને આ પ્રકારની ધમકીઓ આપી તેણે તે વિસ્તાર માથે લીધો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવકની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.

 

સગીર પ્રેમિકા સાથે પ્રેમીએ ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત

આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર
વર્લ્ડ સુસાઇડ પ્રેવિન્શન ડે એટલે કે આત્મહત્યાને રોકવાની જાગૃતિ પ્રસરાવાના દિને દેવગઢ બારિયામાં આત્મહત્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દોહોદ,તા.૧૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર ફાંસો લગાવી આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે વહેલી સવારે ચકચારી બનાવ સામે આવ્યો હતો જેમાં કાળીડુંગરી ગામે જ રહેતી ૧૬ વર્ષીય સગીરા તથા ૨૦ વર્ષીય વિક્રમભાઈ નરવતભાઈ પટેલ બંન્ને જણાએ ગામમાં આવેલ એક લીમડાના ઝાડ ઉપર ઓઢણી બાંધી અગમ્યકારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યાનો બનાવ એવા દિવસે બન્યો છે જેને વિશ્વમાં વર્લ્‌ડ સુસાઇડ પ્રિવેન્શન ડે તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ બંન્નેના પરિવારજનો સહિત ગ્રામજનોને થતાં તમામના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતાં દેવગઢબારીયા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને બંન્નેના લટકતા મૃતદેહનોને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા. સ્થળ પર પરિવારજનોનો આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો. સગીરાના કાકા હસમુખભાઈ લક્ષ્મણભાઈ પટેલ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે આ મામલે જાણ કરતાં પોલીસે પ્રાથમીક તબક્કે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ૧૦મી સપ્ટેમ્બરને સમગ્ર વિશ્વમાં આત્મહત્યા ન થાય તે માટેની જાગૃતિના દિવસ તરીકે જ ચિહ્નિત કરવામાં આવે છે. આ દિવેસ સમગ્ર વિશ્વમાં આ સમસ્યાના નિવારણ માટે કાર્યક્રમો થાય છે, ત્યારે દાહોદના દેવગઢ બારિયાના નાનકડાં ગામમાં પ્રેમની વેદી પર જિંદગી કૂરબાન કરનારા પ્રેમી પંખીડાએ ભરેલા પગલાથી ચોમેર ચકચાર મચી ગઈ છે.