મુંબઈમાં વરસાદ : ઓફિસો બંધ, હાઈટાઈડની ચેતવણી

થાણેમાં એકનું મોતઃ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવાઓને બાદ કરતાં દરેક કાર્યાલયોને બંધ રાખવાનો આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૪
મુંબઈમાં સોમવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કિંગ સર્કલના રસ્તા પર ત્રણત્રણ ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું છે. આ સિવાય હિંદમાતા, સાયન, માટુંગામાં પણ પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદ સાથે હાઈટાઈડની ચેતવણી આપી હતી. બૃહન્મુંબઈ નગર નિગમ પ્રમાણે શહેરમાં છેલ્લાં ૧૦ કલાકમાં ૨૩૦ મિમી કરતા વધારે વરસાદ થયો છે. અરબ સાગર ઉપર ચોમાસું સક્રિય થવાના કારણે સોમવારથી મુંબઈમાં સારો વરસાદ થઈ રહ્યો છે. દરિયામાં બપોરે ૧૨.૪૭ વાગે હાઈટાઈડ આવ્યા હતાં. દરિયાની આસપાસ રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તે સાથે જ બીએમસીએ મુંબઈના ઘણાં વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં દરેક ૪ લાઈન ઠપ છે. તેનાથી મુંબઈ લોકલની સર્વિસ ઠપ થઈ ગઈ છે.
ભારે વરસાદના કારણે મુંબઈમાં ૮ રૂટ્સ પર બસોનો રસ્તો બદલી દેવામાં આવ્યો છે. મ્સ્ઝ્રએ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવાઓને બાદ કરતાં દરેક કાર્યાલયોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદ પછી દાદર અને પ્રભાદેવીમાં પાણી જમા થવાના કારણે વિરાર-અંધેરી-બાન્દ્રામાં ઈમરજન્સી સેવા ચલાવવામાં આવી રહી છે. તે ઉપરાંત હાઈ ટાઈડની ચેતવણી અને ભારે વરસાદની આગાહીના કારણે બાંદ્રા-ચર્ચગેટ વચ્ચે બસ સેવા રોકી દેવામાં આવી છે. આ વિશેની માહિતી પશ્ચિમ રેલવેને આપવામાં આવી છે. મુંબઈમાં ગઈ કાલ મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. સાંતાક્રૂઝ, પરેલ, મહાલક્ષ્મી, મીરા રોડ, કોલોબા ડૂબતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાદે આગામી ૪૮ કલાકમાં મુંબઈ અને થાણે માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભારે વરસાદના કારણે વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર મકરમાં એક ભેખડ ધસી પડી છે. જોકે તેના કારણે કોઈને નુકસાન થયું નથી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope