અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિરનું ભૂમિ પૂજન

અયોધ્યામાં માટીના ૫૧૦૦ રંગબેરંગી ઘડા મુકાશે
નરેન્દ્ર મોદી ૩ કલાક રોકાશે, ભૂમિપૂજન માટે ૪૮ કેમેરા સાથે ૧૦૦થી વધુ લોકોની ટીમ લાઇવ કવરેજ માટે તૈયાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા, તા. ૪
બુધવારે અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક રામંદિરનું ભૂમિપૂજન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫મી ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન કરવા અયોધ્યામાં ૩ કલાક સુધી રહેશે. ૧૨ઃ૩૦ વાગ્યે ભૂમિપૂજન શરૂ થશે, જે ૧૦ મિનિટ સુધી ચાલશે. ત્યાર બાદ વડાપ્રધાન સમારોહમાં જોડાશે. આ કાર્યક્રમ લગભગ સવા કલાક સુધી ચાલશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે અયોધ્યા સીલ કરી દેવાયું છે. મોદી અહીં પારિજાતનો એક છોડ રોપશે. ભૂમિપૂજન સમારોહના દેશમાં જીવંત પ્રસારણ માટે દૂરદર્શન અને એએનઆઇના ૪૮થી વધુ અત્યાધુનિક કેમેરા લગાવાયા છે. બંનેની હાઇટેક એચડી ઓબી વેન પરિસરમાં હાજર છે. દૂરદર્શન અને એએનઆઇના ૧૦૦થી વધુ સભ્ય પરિસરમાં હશે, જેમના કેમેરા સમારોહનું જીવંત પ્રસારણ કરશે. ૪ ઓગસ્ટના અયોધ્યાના દીપોત્સવ અને બીજા કાર્યક્રમો માટે દૂરદર્શન તથા અન્ય ટીવી ચેનલોની ૪ ઓબી વેન રામ કી પૈડીમાં ૩ દિવસથી તૈયાર રખાઇ છે. જન્મભૂમિ પરિસરમાં તૈયાર થનારા મંચ પર પીએમ નરેન્દ્ર મોદી સાથે ખાસ અતિથિના રૂપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હશે. બીજી તરફ તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું કડકાઇથી પાલન થશે. માત્ર જેમને આમંત્રિત કરાયા હોય તેઓ જ અહીં આવે. વડાપ્રધાન મોદી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણનો પાયો મૂકશે તે ઐતિહાસિક ક્ષણ હશે. યોગીએ દેશની જનતાને દીવા પ્રગટાવવા આહવાન કર્યું. અભિજિત મુહૂર્ત હોવાના કારણે મંદિર નિર્માણમાં કોઇ અવરોધ નહીં આવે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાંસ્કૃતિક પાંખ સંસ્કાર ભારતી માટીના ૫,૧૦૦ ઘડા કલાત્મક રીતે સજાવી રહી છે. તેમને રંગ, કાપડ, ફૂલો, આંબાના પાન અને દીવાથી સજાવાઇ રહ્યા છે. આ ઘડા સાકેત મહાવિદ્યાલય આગળના અયોધ્યા માર્ગ પર રખાશે. રામમંદિરના ભૂમિપૂજનનું મુહૂર્ત કાઢનારા ગણેશ્વર શાસ્ત્રીએ કહ્યું કે અભિજિત મુહૂર્તના ૧૬ ભાગમાંથી ૧૫ અતિ શુદ્ધ હોય છે, જેમાં આ ૩૨ સેકન્ડ મહત્ત્વની છે. બુધવાર હોવાથી મંદિર નિર્માણ કોઇ વિઘ્ન વિના યશસ્વી રીતે પૂર્ણ થશે. ઉત્તર રેલવે અયોધ્યા સ્ટેશનને ૧૦૪ કરોડ રૂ.ના ખર્ચે ભવ્ય રામમંદિરનો આકાર આપશે. ઉત્તર રેલવેના જી.એમ. રાજીવ ચૌધરીએ જણાવ્યું કે સ્ટેશનની અંદર અને બહારના પરિસર નવેસરથી બનાવાશે. ટિકિટ કાઉન્ટર્સની સંખ્યા વધારાશે, વેઇટિંગ રૂમ એસી હશે અને રેસ્ટ રૂમમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ, ફૂડ પ્લાઝા, દુકાનો ઉપરાંત પર્યટક કેન્દ્ર, ટેક્સી બૂથ, શિશુ વિહાર, વીઆઇપી લાઉન્જમાં સુવિધાઓ વિકસાવાશે. શ્રીરામલલ્લાના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસે અત્યંત ભાવુક થઈને કહ્યું કે, આજે અયોધ્યાનું સૌંદર્ય જોઈને સમજાય છે કે, ત્રેતા યુગમાં ભગવાનનું આવું જ સ્વાગત થયું હશે. રામની નગરીનો વૈભવ જોઈને દેવલોક પણ હર્ષિત થઈ રહ્યું હશે. જૂના દિવસો યાદ કરીને તેમણે કહ્યું કે, હું ૭-૮ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસ ભુલી શકતો નથી, જ્યારે રામલલ્લાને બે દિવસથી વધુ સમય સુધી માત્ર થોડા ફળ અને દૂધનો ભોગ ચડાવી શકાયો હતો. નેપાળના જાનકી મંદિરના મહંત પણ આવશે. નિમંત્રણ પત્ર પર એક સિક્યોરિટી કોડ છે. નિમંત્રણ પત્રનો ઉપયોગ એક વખત જ કરી શકાશે. કાર્ડ પર નોંધાયેલા નંબર અને નામ ક્રોસ ચેક થશે, ત્યારે જ આગંતુકોને પ્રવેશ મળશે. ચંપત રાયે કહ્યું કે, અહીં રામલલ્લાના લીલા રંગના વસ્ત્રો અંગે જાત-જાતની વાતો થવા લાગી છે. ભગવાન લીલા રંગના કપડા પહેરશે તેને પણ વડાપ્રધાન મોદી સાથે જોડી દેવાયા છે. તેનો વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી કે ટ્રસ્ટ સાથે સંબંધ નથી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope