દારૂ વેચતા બુટલેગરોમાં આશરે 60% મહિલાઓ

મહિલા બુટલેગરોને પોલીસ કર્મીઓ સાથ આપે છે

એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની, બાયોકોનના કિરણ મઝુમદારનો પણ યાદીમાં સમાવેશ કરાયો : રિપોર્ટ

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૦
ડ્રાય ગુજરાતમાં દારુના ગેરકાયદેસર વેચાણના ગુનામાં મહિલાઓનો ફાળો પણ સમાન છે. અમદાવાદ જિલ્લાના ૪૬૦ લિસ્ટેડ બુટલેગરમાંથી આશરે ૬૦% મહિલા બુટલેગર છે, તેમ ઁઝ્રમ્ (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ)ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું. એક સમય હતો જ્યારે કાલુપુર અને દરિયાપુર કુખ્યાત બુટલેગર લતીફનો વિસ્તાર ગણાતા હતા. મ્ટ્ઠષ્ઠષ્ઠરેજના સ્થાનિક પ્રેમીઓ માટે અમીના શેખ જાણીતું નામ છે. સૌંદર્યવાન અમીના શેખ (૩૮ વર્ષ) ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે એક કૌભાંડમાં તેની ધરપકડ બાદ પોલીસકર્મીઓએ તેની સાથે સેલ્ફી લીધી હતી. અમીના શેખના નામે ૧૨ જેટલા પ્રોહિબિશન કેસ બોલે છે, તેમ પોલીસે જણાવ્યું. પોલીસે કહ્યું, “જો કે, અમીના શેખ ચાલાક ઓપરેટર છે અને ક્યાંક પણ સપડાવાથી બચતી રહે છે. તે વિવાદ કરવા કરતાં સમાધાન કરીને આગળ વધવામાં માને છે.” જો કે, કેટલીક મહિલા બુટલેગરો એવી પણ છે જેમને પોતાની નામચીનતા બતાવવામાં મજા આવે છે. બાપુનગરની માથાભારે મહિલા બુટલેગર સિતારા માત્ર બુટલેગિંગ માટે જ કુખ્યાત નથી તેની સામે મારપીટના પણ ગુના નોંધાયેલા છે અને ઘણીવાર તેની ધરપકડ પણ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, સિતારાના સાગરીતો નિયમિત રીતે તેના વિડીયો પોસ્ટ કરતા રહે છે. જેમાં સિતારા દુશ્મનોને કેવી રીતે સંભાળે છે તે દર્શાવે છે, જેથી ‘સિતારા સાથે દુશ્મની નહીં કરવાની વાળી તેની છબી જળવાઈ રહે. સ્થાનિકના જણાવ્યા અનુસાર, “સિતારાને અમુક પોલીસવાળાનો પણ સાથ છે. એવા ઘણા ઉદાહરણ છે જ્યાં તેના ગેરકાયદેસર ધંધા અંગે પોલીસને ફરિયાદ કરી હોય અને પરિણામ સ્વરૂપે ફરિયાદીને ધમકીભર્યા ફોન આવ્યા હોય.” રાયપુરના કંટોડિયાવાસમાં ૨૦૦૯માં લઠ્ઠાકાંડના લીધે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહીં ગીતા દંતાણી ગેરકાયદે દારૂનો વેપલો કરે છે. તે ક્વોર્ટર વેચતી હોવાથી ગીતા બાટલીવાલાના નામે પણ જાણીતી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું, “ગીતા દેશી દારૂ અને આઈએમએફએલ બંને વેચે છે. મુખ્યત્વે ૧૮૦ એમએલની ક્વોર્ટર બોટલમાં જ વેચે છે.” ધાનબાઈ મિયાં પોલીસના લિસ્ટમાં નોંધાયેલી વધુ એક મહિલા બુટલેગર છે. પોલીસના સૂત્રોનું માનીએ તો, ધાનબાઈનો પરિવાર ત્રણ પેઢીથી ગેરકાયદેસર દારૂ વેચે છે. તેના માતા અને નાની પણ મહિલા બુટલેગર હતા. માધપુરા અને તેની આસપાસના વિસ્તારોમાં ધાનબાઈનું ‘રાજ’ છે. ત્યારે તેણે પોતાની દીકરીઓને આ ‘ખાનદાની ધંધો’ છોડવાની મંજૂરી આપીને પોલીસની મદદથી રિહેબિલેશન માટે મોકલી છે. અમદાવાદમાં દશકાઓથી મહિલાઓ દારૂના ગેરકાયદેસર વેચાણમાં સંકળાયેલી છે. મિલો બંધ થઈ જતાં ઘણાં પરિવારો આર્થિક તંગીમાં સપડાયા હતા, જે બાદ મહિલાઓ આ તરફ વળી હતી. કેટલીક મહિલાઓને તેમના પતિએ આ ધંધામાં આવવા પ્રોત્સાહિત કરી તો કેટલાકને બુટલેગિંગનો છુપો ધંધો ચાલુ જ રાખવા તેમના પતિએ સામેલ કરી. પીસીબીના એક સિનિયર અધિકારીએ કહ્યું, “છેલ્લા બે વર્ષમાં લિસ્ટેડ બુટલેગરોમાં મહિલાઓની સંખ્યા વધી છે કારણકે દારુબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસે સખત કાર્યવાહી કરી હતી.”

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope