૨૪ કલાકમાં કોરોનાના ૫૦ હજાર નવા દર્દી, ૭૭૫ મોત

દેશભરમાં ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૧૫.૮૩ લાખ
કોરોના બેકાબુ : દેશમાં કુલ મતાંક ૩૫ હજાર પર પહોંચ્યો, વાયરસને મ્હાત કરીને કુલ ૧૦ લાખ લોકો સાજા થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૩૦
ભારતમાં મહામારીએ દેખા દીધાના ત્રણ માસ બાદ સ્થિતિ કાબુમાં આવવાના બદલે વકરતી જતી જોવા મળી રહી છે. દેશમાં ગુરુવારે સૌપ્રથમવાર છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૫૨ હજાર ૧૨૩ નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. તેમજ એક જ દિવસમાં ૭૭૫ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે દેશમાં કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૧૫ લાખ ૮૩ હજાર ૭૯૨ થઈ છે. તો અત્યાર સુધીમાં ૩૪ હજાર ૯૬૮ દર્દીઓના મોત નિપજ્યા છે. ભારતમાં ખતરનાક વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૩૫ હજાર પર પહોંચી છે. તેની સાથે રાહતની વાત એ છે કે દેશમાં સંક્રમણને મ્હાત કરનારાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૫૦ દિવસમાં ૧૦ લાખથી વધુ લોકો કોરોનાની સારવાર બાદ સાજા થઈ ચૂક્યા છે. વાયરસને મ્હાત કરીને સાજા થનારા લોકોની સંખ્યા પણ ૧૦ લાખ ૨૦ હજાર ૫૮૨ પર પહોંચી છે. તે સંકટના કાળમાં આંશિક રાહતની વાત છે. દેશમાં હાલ રિકવરી રેટ ૬૪.૪૩ ટકા જોવા મળી રહ્યો છે. તેની સામે હાલ પોઝીટીવિટી રેટ ૧૧.૬૭ ટકા છે. એટલે કે જેટલા પણ સેમ્પલનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે, તેમાંથી ૧૧.૬૭ ટકા કેસ સંક્રમિત આવી રહ્યા છે. ટેસ્ટીંગની વાત કરીએ તો ૨૯મી જુલાઈએ દેશમાં કુલ ૪ લાખ ૪૬ હજાર ૬૪૨ સેમ્પલનું ટેસ્ટીંગ કરાયુ હતુ. તેની સાથે મહામારીએ દેખા દીધા બાદથી ૨૯મી જુલાઈ સુધીમાં ૧ કરોડ ૮૧ લાખ ૯૦ હજાર ૩૮૨ સેમ્પલના ટેસ્ટીંગ થઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશના ૫ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક જોવા મળી છે. કુલ ચેપગ્રસ્તોમાંથી ૬૬ ટકા દર્દીઓ આ રાજ્યોમાંથી નોંધાયા છે. જેમાં આંધ્રપ્રદેશમાંથી ૧૦,૦૯૩ દર્દીઓ, મહારાષ્ટ્રમાં ૯૨૧૧, તામિલનાડુમાં ૬૪૨૬, કર્ણાટકમાં ૫૫૦૩ અને ઉત્તરપ્રદેશમાંથી ૩૩૮૩ દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે એક જ દિવસમાં થયેલા કુલ મૃત્યુ આંકમાંથી ૭૫ ટકા મૃત્યુ આ રાજ્યોમાં નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં ૨૯૮ લોકોએ, કર્ણાટકમાં ૯૨, તામિલનાડુમાં ૮૨, આંધ્રપ્રદેશમાં ૬૫ અને પશ્ચિમ બંગાળમાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારત કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબર પર છે. પ્રથમ સ્થાને અમેરિકા છે, અહીંયા કોરોનાના ૪૫ લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને ૧.૫૦ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. તો બીજા નંબર પર બ્રાઝિલ છે, અહીંયા કોરોનાના અત્યાર સુધીમાં ૨૫ લાખથી વધુ કેસ આવ્યા છે અને ૯૦ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope