સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ૧૧૪ તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસાની જમાવટ

દેવભૂમી દ્વારકાના જામખંભાળિયામાં ૧૧ ઇંચ વરસાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૭
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહ્યો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૫૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ નોંધાયો છે.આજે સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ સુધીમાં ૧૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ૨૦૧ મિમિ એટલે કે ૧૧ ઇંચ વરસાદ દેવભુમી દ્વારકા ના ખંભાળીયામાં નોંધાયો છે.રાજ્યના ૨૧ તાલુકામાં ૧ થી વધુ ઇંચ વરસાદ જોધપુરમાં-૧૭૦ મિમિ, ભાણવડમાં ૧૫૫ મિમિ, દ્વારકાના ક્લાણપુરમા ૧૧૯ મિમિ, માણાવદરમાં ૧૧૩ મિમિ, કુતિયાણમાં ૧૧૦ મિમિ, જામનગરમાં ૮૦ મિમિ, ઉપાલેટામાં ૭૯ મિમિ, દ્વારકામાં ૭૬ મિમિ, કાલાવાડમાં ૭૪ મિમિ, વંથલીમાં ૭૭ મિમિ, કચ્છના મુન્દ્રામાં ૬૬ મિમિ, જુનાગઢમાં ૪૨ મિમિ, ધોરાજીમાં ૩૮ મિમિ, કચ્છના માંડવીમાં ૩૫ મિમિ,જલાલપોરમાં ૨૮ મિમિ, મેંદરડામાં ૨૭ મિમિ અને કેશોદમાં ૨૫ મિમિ વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૧૨ જળાશયો છલકાયા

૧૩ ડેમમાં ૯૯ ટકા પાણી જમા : હાઇએલર્ટની સ્થિતિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૭
રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડતાં સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની આવક વધી છે.જામનગર,દેવભુમી દ્વારકા, અમરેલી,જુનાગઢ,પોરબંદર અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે.ચોમાસુ બેઠાને ૨૦ દિવસ જ થયાં છે ત્યાં સૌરાષ્ટ્રના ૩૬ ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે.તેમાંથી પણ ૧૨ ડેમ ૧૦૦ ટકા, ૧૩ ડેમ ૯૦ ટકા અને ૧૧ ડેમ ૮૦ ટકા થી ૯૦ ટકા સુધી ભરાયા છે.જળસંપતી વિભાગની વેબસાઇટમાં રજુ કરવામાં આવતી દૈનિક જળાશયોની લેવલની યાદીમાં ૩૬ ડેમમાંથી ૨૫ ડેમમાં પાણીનું લેવલ ૯૦ ટકાથી વધુ હોવાથી તેને હાઇએલર્ટ જાહેર કરાયા છે. જ્યારે ૧૧ ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ગુજરાતમા બે દિવસ લો પ્રેશર યથાવત

સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિ ભારે વરસાદ ની આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૭
સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ મેઘરાજા એ જોરદાર બેટીંગ કરી રહ્યાં છે.હજી આજે અને કાલે પણ જામનગર,દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે.જેના કારણે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.આ દરમીયાન પવનની ગતી ૪૦ થી ૬૦ કી.મી. પ્રતિ કલાક રહી શકે છે.તા.૯મી જુલાઈ ના રોજ વરસાદનુ જોર ઘટશે અને અમુક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope