સુરતથી અમદાવાદ આવતા ૯ લોકોને કોરોના પોઝિટિવ

કોરોનાના વ્યાપક કેસોનો ફેલાવો

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૦
રાજ્યમાં કોરોનાના વ્યાપક કેસોનો ફેલાવો થઈ રહ્યો છે. તેમાં સુરતમાં વધી રહેલ કોરોનાના કેસોને લીધે લોકો પોતાના વતન ફરી રહ્યા છે. જેને લીધે સુરતથી અમદાવાદ પરત ફરી રહેલ લોકોનું રેપિડ ટેસ્ટીંગ ટોલનાકા પર કરવામાં આવે છે. આરોગ્ય ટીમ સાથે પોલીસની ટીમ પણ ટોલનાકા પર અમદાવાદમાં પ્રવેશ કરતાં લોકોની પુછપરછ કરવામાં આવે છે અને જો કોઈપણ વ્યક્તિ સુરતથી અમદાવાદ આવી હોય તે તમામ લોકોનું ચેકિંગ કરી રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સવારથી બપોરે ૧૨ સુધીમાં ૯૨ લોકોના ટેસ્ટ કરવામાં આવતા ૯ લોકોને પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં કે હોમ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. અમદાવાદમાં નિયંત્રણમાં આવેલ સ્થિતિ હવે વકરે નહીં તે ઉદેશથી આરોગ્યના ટીમ દ્વારા શહેરમાં પ્રવેશતા વાહનોમાં શંકાસ્પદ લાગતા વ્યક્તિઓનું ટેસ્ટીંગનું કામ આજે હાથ ધરાયુ હતું. વાહનોમાં બેઠેલા લોકોના સામાનમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોના વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે અને રાજ્યમાં અવ્વલ નંબરે અમદાવાદ છે પરંતુ છેલ્લા સપ્તાહથી અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. જે હવે વધે નહીં તે માટે સાવચેતીના ભાગે બાહરથી અમદાવાદમાં પ્રવેશતા લોકોનું રેપીડ ટેસ્ટ કીટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope