સરદારનગરમાં ચોરીના રવાડે ચઢેલા ૩ યુવક ઝડપાઇ ગયા

લૉકડાઉન બાદ રૂપિયા કમાવવા ભારે પડ્યા

વાહનો ચોરીના રવાડે ચઢેલા ૩ આરોપીઓને ઝડપી વધુ ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરૂ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૦
રૂપિયા કમાવા માટે શોર્ટકટ અપનાવવું ૩ યુવકોને ભારે પડ્યું છે. સરદારનગર પોલીસે ઝડપથી પૈસા કમાવવા માટે વાહન ચોરીનાં રવાડે ચડેલા કરતા ૩ આરોપીઓને ઝડપી વધુ ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરૂ કરી છે. સરદારનગરમાં રહેતા અને લોકડાઉન પછી ૩ યુવાનોએ ઝડપથી પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવ્યો. નાની ઉંમરે પૈસાદાર થવા માટે આ ત્રણે યુવક શહેરના અલગ વિસ્તારમાં બાઈક એક્ટિવા અને રીક્ષાની ચોરી કરતા હતા અને બાદમાં સસ્તા ભાવે દસ્તાવેજ વગર જ વેચી દેતા.જે કેસમાં સંડોવાયેલા આરોપી સ્વરૂપ મેઘરનજન, ,મિતેષ બાબુ બારોટ,સાગર ગોપલાનીની હાલ પોલીસે ધરપકડ કરી છે.વધુ પુછપરછ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય આરોપી પહેલાં સરદારનગરમાં એક મકાનમાં ભાડેથી રહેતા અને ત્યારથી આરોપીઓ એક બીજા ના સંપર્કમાં આવ્યા.ખાસ પોતાની મોડેશ ઓપરેન્ડી મુજબ વાહનચોર આ શખ્સો ચોરી કરવા માટે પહેલાં પાર્કિંગ અને જાહેર સ્થળોમાં પોતાના વાહન સાથે રાખી રેકી કરતા, અને બાદમાં વાહન ચાલક વાહન મૂકી ને કામે જાય ત્યારે તે વાહનનું લોક તોડી ચોરી કરી ફરાર થઈ જતા. એટલું નહી છેલ્લા કેટલાક સમયમાં એક ડઝન જેટલા વાહનો ચોરી કર્યાનો આરોપ લાગ્યો છે.ચોરી કરેલા આ વાહનો આરોપીઓ વગર દસ્તાવેજથી સસ્તા ભાવે વેચી મારતા હતા.હાલ તો પોલીસે આરોપી પાસે થી શહેરના અલગ વિસ્તાર માંથી ચોરી કરેલ ૪ એક્ટિવા ૨ રીક્ષા કબ્જે કર્યા છે. આમ ઝડપથી પૈસા કમાવવા માટે આ ૩ એ યુવાન આરોપી એ ચોરી કરવાનો ઉપાય અજમાવ્યો .પણ આજ ઉપાય તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા ત્યારે આરોપીની પુછપરછમાં વધુ વાહનચોરી ના કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે બહાર આવી શકે છે.સાથે જ ચોરી નાં વાહનો અગાઉ કેટલા કોને વહેચ્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope